તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સિરમની રસી ટૂંક સમયમાં બજારમાં મૂકવામાં આવશે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2021 પહેલાં વેક્સિન બજારમાં લાવવા મંજૂરી માગી

કોરોના પર તૈયાર કરવામાં આવેલી રસી રાજ્ય સહિત દેશમાં જરૂરિયાતના સમયે વાપરવાની પરવાનગી મળે એ માટે સિરમ ઈન્સ્ટિટ્યૂટે તાજેતરમાં કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરી હોવાની માહિતી સિરમ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખ આદર પુનાવાલાએ ટ્વિટર દ્વારા આપી હતી. અત્યારે અમેરિકાની મોડર્ના અને ઈંગ્લેન્ડની ફાઈઝરની એમ કોરોના માટેની 2 રસી બજારમાં આવી છે. તેથી આ બંને કંપનીઓએ તેમની રસીનું ઉત્પાદન ભારતમાં કરવા માટે કેન્દ્ર સરકારની પરવાનગી માગી છે. આ બંને કંપનીઓને જો ભારતમાં ઉત્પાદન કરવાની પરવાનગી આપવામાં આવશે તો સિરમ ઈન્સ્ટિટ્યૂટને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે એવી શક્યતા છે. તેથી સિરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેની કોવિશિલ્ડ રસીને બજારમાં મૂકવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે.

એના જ ભાગ રૂપે 2021 પહેલાં કોરોનાની રસી બજારમાં લાવવાની દષ્ટિએ કેન્દ્ર સરકાર પાસે આ સંદર્ભની પરવાનગી માગવામાં આવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી ફોર્મ્યુલા અનુસાર સિરમ ઈન્સ્ટિટ્યૂટે કોરોના પરની રસી કોવિશિલ્ડ તૈયાર કરી છે. આ રસીનો દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવા પરવાનગી મળે એ માટે પ્રયત્ન શરૂ કર્યા છે. પોતાની માગણી પર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોક્કસ સહયોગ આપશે એવી આશા પુનાવાલાએ ટ્વિટરના માધ્યમથી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો