તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:કોરોનાની બીજી લહેરમાં 4 માસમાં 95 પોલીસનાં મૃત્યુ

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પહેલી લહેરમાં 332 કર્મીઓને ગુમાવ્યા હતા

કોરોનાને વધતો રોકવા માટે અહોરાત્ર રસ્તા પર ઊતરીને ફરજ બજાવતા પોલીસ દળને બીજી લહેરે મોટો ફટકો આપ્યો છે. કોરોનાની બીજી લહેરમાં છેલ્લા ચાર મહિનામં 95 પોલીસનાં મોત થયાં છે, જે પોલીસ દળ માટે મોટી ચિંતાનો વિષય છે.બીજી લહેરને લઈ રાજ્ય સરકારે લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાદ્યાં છે. તેનો અમલ કરાવવા માટે પોલીસો જાનની બાજી લગાવીને ફરજબજાવી રહ્યા છે. જોકે તે દરમિયાન ઘણા પોલીસો જીવ ગુમાવી રહ્યા છે. માર્ચ 2020માં કોરોના શરૂ થયો ત્યારથી હમણાં સુધી 427 પોલીસ કર્મચારીનાં મોત થયાં હતાં. 2020માં 332 પોલીસોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા, જ્યારે બીજી લહેરમાં છેલ્લા ચાર મહિનામાં 95 પોલીસે જીવ ગુમાવ્યા છે.

એપ્રિલમાં 64 પોલીસે જીવ ગુમાવ્યા : 2021ના આરંભમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારા પોલીસ કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ એપ્રિલમાં 64 પોલીસોએ જીવ ગુમાવ્યા છે. મેના આરંભમાં એટલે કે પ્રથમ બે દિવસમાં પાંચ પોલીસનાં મોત થયાં છે. આને કારણે પોલીસ દળ સામે નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

કયા જિલ્લામાં કેટલાં મૃત્યુ
સોલાપુરમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે, જે સંખ્યા 4 ટકા થઈ છે. સિંધુદુર્ગ, પરભણી, નંદુરબાર, અહમદનગર પણ વધુ છે. ભિવંડી નગરપાલિકા 3.77 ટકા, સાંગલી 2.86 ટકા, કોલ્હાપુર 2.83 ટકા, સિંધુદુર્ગ 2.62 ટકા. માલેગાવ 2.28 ટકા, ઉસ્માનાબાદ 2.30 ટકા, રત્નાગિરિ 2.15 ટકા, નાંદેડ 2.27 ટકા, સાતારા 2.19 ટકા અને મુંબઈ 2.02 ટકાનો મૃત્યુ દર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો