તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રાજ્યમાં શૈક્ષણિક વર્ષ શરૂ પણ સ્કૂલ ઓનલાઈન જ ચાલુ રહેશેે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 11મા ધોરણમાં પ્રવેશ માટે સીઈટી પરીક્ષા લેવાની તૈયારી પૂરી કરાઈ

રાજ્યમાં શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. ઓનલાઈન માધ્યમથીશાળા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાનું સંકટ હજુ કાયમ હોવાથી શાળા શરૂ કરી શકાશે નહીં, એમ શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે મંગળવારે જણાવ્યું હતું. આ સાથે અભ્યાસક્રમનાં પુસ્તકો પીડીએફ સ્વરૂપમાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓને સહ્યાદ્રિ ટેલિવિઝન ચેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. ફી બાબતે રાજ્ય સરકાર નિર્ણય લેશે.શિક્ષકોએ સોમવારે કરેલા આંદોલનને લઈ આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સાથે શિક્ષકોને રેલવે પ્રવાસની પરવાનગી આપવામાં આવે એવી ચર્ચા કરી છે.

સુધારિત મૂલ્યમાપન ધોરણ
સુધારિત મૂલ્યમાપન ધોરણ અને ચુકાદાની તારીખ મંડળ તરફથી ટૂંક સમયમાં જાહેર કરાશે. કોરોના મહામારીના સમયમાં વિદ્યાર્થીઓના આરોગ્યની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને અગ્રતા આપવાની સરકારની ભૂમિકા છે. 12માની પરીક્ષાનું મહત્ત્વ ધ્યાનમાં લેતાં મૂલ્યમાપનનું એકસમાન સૂત્ર નક્કી કરવામાં આવે એવી માગણી કેન્દ્ર પાસે કરવામાં આવી હતી. સર્વ સંબંધિત ઘટકો સાથે કરેલી ચર્ચાને અંતે હાલનું વાતાવરણ પરીક્ષા માટે પોષક નહીં હોવાથી પરીક્ષા રદ કરીને વૈકલ્પિક મૂલ્યમાપનના આધારે પરિણામો જાહેર કરવા એમ મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને આ પૂર્વે જ સૂચવ્યું હતું, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...