તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નાગપુરથી શીરડી સુધીનો સમૃદ્ધિ એક્સપ્રેસ વે 1મે એ ખુલ્લો મૂકાશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એ પછીના વર્ષે મુંબઈ સુધી સંપૂર્ણ એક્સપ્રેસ વે શરૂ થશે

મુંબઈથી નાગપુર સુધી બાંધવામાં આવી રહેલો સમૃદ્ધિ એક્સપ્રેસ વેનો નાગપુરથી શિરડી સુધીનો ભાગ 1 મે 2021ના ખુલ્લો મૂકવામાં આવશે. એ પછીના વર્ષે આ એક્સપ્રેસનું વે સંપૂર્ણ કામ પૂરું થતાં નાગપુરથી મુંબઈ સુધીનો સમગ્ર માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. હિંદુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું કામ લોકડાઉનમાં પણ ચાલુ હતું. એનું મોટા ભાગનું કામ પૂરું થયું છે. મહારાષ્ટ્ર માટે અભિમાન સ્વરૂપ આ એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે દેશનો સર્વોતમ રોડ ગણાશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અમરાવતી જિલ્લાના નાંદગાવ ખંડેશ્વર તાલુકાના શિવણી રસુલાપુર નજીક સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું હતું. આ એક્સપ્રેસ વેની અમરાવતી જિલ્લાની લંબાઈ લગભગ 74 કિલોમીટર છે. મુખ્યમંત્રીએ 6 કિલોમીટર સુધી પ્રવાસ કરીને કામના દરજ્જા, ગુણવત્તા અને ઝડપ બાબતે નિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. હિંદુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ એક્સપ્રેસ વેના કામને પૂરું કરવા રાજ્ય સરકારે મહત્ત્વ આપ્યું છે. લોકડાઉનમાં પણ કામ ચાલુ હતું. તેથી ઘણું કામ પૂરું થયું છે એમ તેમણે જણાવ્યું હતું.

આ સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે રાજ્યના નગરવિકાસ અને સાર્વજનિક બાંધકામ (સાર્વજનિક ઉપક્રમ) મંત્રી એકનાથ શિંદે, મહિલા અને બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુર, વન મંત્રી સંજય રાઠોડ, ભૂતપૂર્વ સંસદસભ્ય આનંદરાવ અડસૂળ, ભૂતપૂર્વ વિધાનસભ્ય વીરેન્દ્ર જગતાપ, સાર્વજનિક બાંધકામ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ મનોજ સૌનિક, સચિવ અનિલ ગાયકવાડ, રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના વ્યવસ્થાપકીય સંચાલક રાધેશ્યામ મોપલવાર. વિભાગીય આયુક્ત પિયુષ સિંહ, જિલ્લાધિકારી શૈલેશ નવાલ, મુખ્ય કાર્યકારી અધિકારી અમોલ યેડગે, પોલીસ અધિક્ષક હરી બાલાજી વગેરે ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો