તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ચંદ્રપુરમાં સાત જણને ફાડી ખાનાર RT-1 વાઘને ક્વોરેન્ટાઇન કરાયો

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ દિવસના પ્રવાસ પછી માનવભક્ષી વાઘ લવાયો
 • પાર્કના વ્યાઘ્રવિહારમાં હાલમાં પાંચ વાઘણ અને એક વાઘ છે

ચંદ્રપુર જિલ્લાના રાજુરા વનક્ષેત્રમાં બંદિસ્ત કરવામાં આવેલા અને તે પછી ગોરેવાડા ખાતે રાખવામાં આવેલા આરટી-1 નામે સાત વર્ષના વાઘને સંજય ગાંધી નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યો છે. આ વાઘને ત્રણ દિવસના પ્રવાસ પછી લાવવામાં આવ્યો છે. તેની તબિયત સારી છે, પરંતુ તેને હાલમાં નિયમ અનુસાર ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે.

આ પછી આગળનું વ્યવસ્થાપન કરાશે. તે પ્રજનન માટે યોગ્ય હોવાનું પાર્કના પશુ તબીબી અધિકારી ડો. શૈલેષ પેઠેએ જણાવ્યું હતું.ચંદ્રપુરના રાજુરામાં 27 ઓક્ટોબરે આ વાઘને પકડવામાં આવ્યો હતો. આ વાઘે જાન્યુઆરી 2019થી આઠ નાગરિકોને ફાડી ખાધા છે અને ત્રણ જણને ઈજા પહોંચાડી છે. તેને પકડવા માટે ફેબ્રુઆરી 2020થી પ્રયાસ ચાલતા હતા.આખરે ઓક્ટોબરમાં તેને પકડવામાં સફળતા મળી હતી. સ્વયંચાલિત પાંજરાની મદદથી વનવિભાગે તેને પકડ્યો હતો, જે પછી નાગપુરના ગોરેવાડા વન્યપ્રાણી બચાવ કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.

પ્રધાન મુખ્ય વન સંરક્ષકની અધ્યક્ષતામાં સમિતિએ આપ્યા પછી પાર્કની ટીમ વાઘને મુંબઈ લાવી હતી. વ્યાઘ્રવિહારમાં હાલમાં બીજલી (9), મસ્તાની (9), લક્ષ્મી (10), બસંતી (20) અને હાલમાં જ દાખલ થયેલી એક વર્ષની વાઘણ છે. વ્યાઘ્રવિહારમાં નવ વાઘ નહીં હોવાથી નાગપુર ખાતેથી સુલતાન નામે પાંચ વર્ષના વાઘને ગયા વર્ષે પ્રજનન માટે લાવવામાં આવ્યો હતો.

વ્યાઘ્રવિહાર, મિની ટ્રેન શરૂ
દરમિયાન લોકડાઉન પછી 15 ડિસેમ્બરથી પાર્ક પર્યટકો માટે ખોલી નાખવામાં આવ્યો છે. જોકે વ્યાઘ્રવિહાર (ટાઈગર સફારી), મિની ટ્રેન અને નૌકાવિહાર બંધ હતા, જેમાંથી સફારી અને મિની ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં નૌકાવિહાર પણ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો