તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુરસ્તીકામ પૂર્ણ:બાબુલનાથ અને કેમ્પ્સ કોર્નર નજીકનો રસ્તો ખુલ્લાે મુકાયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકરીનો ભાગ ધસી પડ્યા પછી છ મહિનામાં દુરસ્તીકામ પૂર્ણ કરાયું

દક્ષિણ મુંબઈમાં બાબુલનાથ જંકશન અને કેમ્પ્સ કોર્નર નજીક એન એસ પાટકર માર્ગ પાસેની ટેકરીનો ઉતારાનો ભાગ ગત ચોમાસામાં 5 ઓગસ્ટ, 2020ના રોજ અતિવૃષ્ટિ દરમિયાન ધસી પડ્યો હતો, જે પછી સંરક્ષક દીવાલ અને રસ્તાના કોન્ક્રીટીકરણનું કામ હાથમાં લેવાયું હતું, જે પૂર્ણ કર્યા પછી ગુરુવારે આ માર્ગ બંને બાજુથી ખુલ્લો મુકાયો હતો.

5 ઓગસ્ટ, 2021ના મુંબઈમાં અતિવૃષ્ટિ થઈ હતી, જે સમયે ડી વોર્ડમાં મલબાર વિસ્તારમાં 14 ઈંચ વરસાદ પડ્યો હતો. આ અતિવૃષ્ટિને લીધે એન એસ પાટકર માર્ગને અડીને આવેલી ટેકરીનો ઉતારાનો ભાગ ધસી પડ્યો હતો. આને કારણે ટેકરી પરથી જતો બી જી ખેર માર્ગ પણ જોખમી બનતાં ટ્રાફિક માટે બંધ કરાયો હતો.આ પછી આઈઆઈટી, મુંબઈના સહયોગમાં નિષ્ણાત સમિતિ નીમીને સલાહકારની નિયુક્તિ કરવામાં આવી હતી, જેનાં સૂચનો પ્રમાણે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરીને ઠેકેદારની નિયુક્તિ કરવામાં આવી હતી.

આ જગ્યા પર નવું શું બાંધવામાં આવ્યું ?
પાંચ મીટર ઊંચી અને 160 મીટર લાંબી સંરક્ષક દીવાલ બાંધવામાં આવી છે.આ દીવાલની સ્થાપત્તીય વિશિષ્ટતા એ છે કે દીવાલની જાડાઈ નીચેની બાજુ 900 મિલિમીટર છે, જ્યારે ઉપરની બાજુ તે 300 મિલિમીટર છે. દીવાલ પાસે 550 મીટર લાંબો રસ્તો કોન્ક્રીટ કરાયો છે. રસ્તાની નીચે 1200 મિલિમીટર વ્યાસની અને આશરે 550 લાંબી પર્જન્ય જળવાહિની ગોઠવવામાં આવી છે. આ રસ્તાની પહોળાઈ 24 મીટર પરથી હવે 27 મીટર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...