તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ક્રિસમસ માટે આવેલી પર્યટક સાથે રિક્ષાચાલકે દુષ્કર્મ કર્યુ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • રાયગઢના ગામડામાંથી આરોપીની ધરપકડ

ક્રિસમસ અને નવું વર્ષ ઊજવવા માટે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ફરવા આવેલી છત્તીસગઢની 18 વર્ષની પર્યટક સાથે 26 વર્ષીય રિક્ષાચાલકે દુષ્કર્મ કર્યું હતું. આરોપીને રાયગઢમાં પનવેલ નજીક બારવાઈ ગામમાંથી પોલીસે 12 કલાકમાં ઝડપી લીધો છે. છત્તીસગઢના જશપુરની વતની કિશોરી 27 ડિસેમ્બરે આવી હતી. રવિવારે આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, જેના 12 કલાકમાં આરોપીને ઝડપી લીધો છે, એમ પનવેલના સિનિયર પીઆઈ અજયકુમાર લાંડગેએ જણાવ્યું હતું.

આ કિશોરી ઝારખંડમાં સૌપ્રથમ પહોંચી હતી જ્યાંથી દિલ્હી કરીને મુંબઈમાં 22 ડિસેમ્બરે બાંદરા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. બાંદરાના ટીસીએ તેને એકલી જોઈને ચાઈલ્ડ હેલ્પલાઈનને સોંપી હતી, જેમણે તેને આશ્રયઘરમાં મોકલી હતી, જ્યાંથી પછી તેની વિગતો લઈને તેને જવા દેવાઈ હતી.

26 ડિસેમ્બરે કિશોરી પનવેલ રેલવે સ્ટેશન પહોંચી હતી, જ્યાં એક શખસ સાથ ઓળખાણ થઈ હતી, જેણે તેણે એક દિવસ રહેવા માટે પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો. 27 ડિસેમ્બરે ગાંધી ગાર્ડન વિસ્તારમાં જવા માટે તેણે પનવેલથી રિક્ષા પકડી હતી. જોકે રિક્ષાચાલક તેને વાડઘર નદીના પટ નજીક લઈ ગયો હતો, જ્યાં જબરદસ્તીથી ઝાડઝાંખરમાં લઈ ગયો હતો. તેનું માથું પથ્થરથી છૂંદી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

આ અંગે ફરિયાદ નોંધાયા પછી સ્થાનિક ખબરીઓને કામે લગાવવામાં આવ્યા હતા, જેમણે અન્ય રિક્ષાચાલકોની મદદ લઈને આખરે અમે આરોપીને ઝડપી લીધો છે. હવે તેને રિમાંડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ગુનાની તપાસની સાથે જ આ આરોપીએ આ પ્રકારના અન્ય ગુના પણ કર્યા છે કે કેમ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો