તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:એરપોર્ટ પર માત્ર 13 મિનિટમાં કોવિડ ટેસ્ટિનું પરિણામ મળશે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુંબઈ એરપોર્ટ - Divya Bhaskar
મુંબઈ એરપોર્ટ
 • નિયમિત RT-PCR પદ્ધતિ પણ ચાલુ રહેશે

કોવિડ-19ના દુનિયાભરમાં ભય જોતાં મુંબઈ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોવિડ-19 પરીક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, પરંતુ નિયમિત આરટી- પીસીઆર ટેસ્ટના રિપોર્ટ 6-8 કલાક લાગતા હોવાથી પહેલા જ થાકીને આવેલા પ્રવાસીઓ વધુ અસ્વસ્થ થઈ જતા હતા. આ સમસ્યા દૂર કરવા માટે મુંબઈ એરપોર્ટ પર હવે ફક્ત 13 મિનિટમાં રિપોર્ટ મળી જાય એવી સુવિધા રજૂ કરવામાં આવી છે.

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ) ખાતે પ્રવાસીઓને સુરક્ષિત અને ઝંઝટમુક્ત અનુભવ કરાવવા માટે અજોડ ટેકનોલોજી રજૂ કરવામાં આવી છે, જેના થકી ફક્ત 13 મિનિટમાં કોવિડ-19 માટેનાં પરિણામ જાણવા મળે છે. આ પરીક્ષણની સુવિધાનો વિકલ્પ એરપોર્ટ ખાતે આગમન કરતા સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. રોજ 24 કલાક એક્ઝિટ ગેટબી નજીક લેવલ 2 ખાતે આ સુવિધા ઉપલબ્ધ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નાં ધોરણો અનુસાર સીએસએમઆઈએ એબોટ આઈડી નાઉ દ્વારા ઝડપી પરીક્ષણ પદ્ધતિ અપનાવનાર પ્રથમ એરપોર્ટ છે. તે માટે રૂ. 4500 પ્રવાસીએ ચૂકવવાના રહેશે જેનું ઝડપી અને અચૂક નિદાનનું પરિણામ 13 મિનિટમાં મળી જશે. પ્રવાસીઓ માટે નિયમિત આરટી- પીસીઆર ટેસ્ટ પણ ઉપલબ્ધ છે, જેનાં પરિણામ આશરે 6-8 કલાક પછી મળી શકશે.

નવી પદ્ધતિને લીધે પ્રવાસીઓમાં વાઈરસનું વહેલું નિદાન થતું હોવાથી રોગનું સંક્રમણ નિવારવા માટે તુરંત જરૂરી પગલાં લઈ શકાય છે. આથી પ્રવાસીઓ અને એરપોર્ટના કર્મચારીઓ માટે પણ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે, એમ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું. આ પદ્ધતિમાં રોજ 30-35 પરીક્ષણ કરી શકાય છે. 28મી ડિસેમ્બર સુધી 400 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો