ભાસ્કર વિશેષ:ઉત્તરાયણનું મુહૂર્ત સાધી ACલોકલ ટ્રેનના દર ઓછા કરાશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2022ની મુંબઈ અને થાણે મહાપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનું જોરદાર નિયોજન

ફેબ્રુઆરી- માર્ચ 2022માં મુંબઈ અને થાણે મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં લેતાં રેલવે પ્રવાસી સુવિધાઓની આડમાં ભાજપ દ્વારા મહાપાલિકાની સત્તા હાંસલ કરવા માટે જોરદાર નિયોજન કરવામાં આવ્યું છે. રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ બુધવારે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રૂ. 230 કરોડની પ્રવાસી સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.

આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણના મુહૂર્ત પર નવા વર્ષમાં એસી લોકલ ટ્રેનનાં ભાડાં ઓછા કરવામાં આવશે અને થાણેથી દિવા પાંચમી- છઠ્ઠી લાઈન ખુલ્લી કરવામાં આવશે, જે માર્ગ પર પાટાનું કામ, વિદ્યુતિકરણ પૂરું થયું છે. હાલમાં પાટા જોડવા માટે બ્લોક લેવામાં આવી રહ્યા છે. નિયોજન અનુસાર બ્લોકનું કામ પૂરું કરીને ઉત્તરાયણ પછી આ માર્ગ પ્રવાસી પરિવહન માટે ખુલ્લો કરવામાં આવશે, એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.

રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્ર પૂર્વે મુખ્ય મંત્રી રાજ્યના બધા સાંસદોની બેઠક બોલાવે અને રાજ્યના કેન્દ્ર પાસે અટવાયેલા પ્રકલ્પો અંગે સૂચનાઓ આપે છે. આ વખતે રાજ્યના સાંસદ કેન્દ્રના રાજ્યમાં અટવાયેલા પ્રકલ્પોની યાદી રજૂ કરવાની હોઈ તેવો લેખિત પત્ર મુખ્ય મંત્રીને આપશે, એમ દાનવેએ જણાવ્યું હતું. આ મુજબ આગામી મહાપાલિકાની ચૂંટણીમાં રખડી પડેલા પ્રકલ્પો પરથી આક્રમક ભૂમિકા રજૂ કરવાની અપ્રત્યક્ષ રીતે સૂચના રાજ્ય મંત્રીએ ભાજપના સાંસદોને આપી હોવાનું સ્પષ્ટ થાય છે.મુંબઈમાં એસી લોકલ ટ્રેનને હજુ જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. ટિકિટ ભાડાં બાબતે મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓ પર સર્વેક્ષણ હાથ ધરાયું હતું. તેમાં અડધાથી વધુ પ્રવાસીઓએ ભાડાં ઓછા કરવા પર ભાર આપ્યો હતો.

અનેક પ્રવાસી સુવિધાઓ
દક્ષિણ મુંબઈને ફેરેરે પુલ અને આઈઆરસીટીસી સંચાલિત અર્બન પોડનું લોકાર્પણ કરાયું છે. અંબરનાથ, કોપર પર હોમ પ્લેટફોર્મ, ટિટવાલા, માહિમ, બાંદરા, ખાર ખાતે પાદચારી પુલ, વિઠ્ઠલવાડી ખાતે એસ્કેલેટર, મુલુંડ સ્ટેશનમાં લિફ્ટ, લોકમાન્ય ટિળક ટર્મિનસ, ગુરુ તેગબહાદુર નગર ખાતે સ્વચ્છતાગૃહનું લોકાર્પણ કરાયું હતું. પ્રવાસી ફરિયાદ ઉકેલવા માટે ફરિયાદ નિવારણ કેન્દ્રનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે.

શિવસેનાના નેતા જ ગેરહાજર રહ્યાં હતાં
રેલવે પ્રવાસી સુવિધા લોકાર્પણમાં મુંબઈના સર્વપક્ષી સ્થાનિક નેતા, વિધાનસભ્ય, સાંસદને આમંત્રિત કરવામાં આવે છે. પશ્ચિમ રેલવેમાં થયેલા લોકાર્પણના કાર્યક્રમમાં શિવસેનાના નેતા ગેરહાજર રહ્યા બતા. આથી વિપરીત ભાજપના બે કેન્દ્રીય મંત્રી, વિરોધી પક્ષ નેતા, વિધાનસભ્ય સાંસદ હાજર હતા, જેથી ચૂંટણી પૂર્વ તરફેણકારી માહોલ નિર્માણ કરવાનો પ્રવાસ હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...