તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજય રાઉતની ટીકા:રામમંદિર જમીન ગોટાળો પણ ઈડીની તપાસનો મુદ્દો છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ED અને CBIની થઈ રહેલી કાર્યવાહીઓ અંગે ફરી BJP પર નિશાન

રામમંદિર જમીન ગેરવ્યવહાર પ્રકરણને લીધે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. મૂળમાં આ સર્વ મોટા જમીન ગોટાળા અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ કાર્યાલયમાં થયાનું સામે આવ્યું છે. આ પ્રકરણ ઈડી અથવા સીબીઆઈની તપાસનો મુદ્દો છે, પરંતુ તેઓ બધા આઝાદ ફરી રહ્યા છે, એમ સંજય રાઉતે જણાવીને ભાજપ પર ફરીથી નિશાન સાધ્યું છે.

રામમંદિર જમીન ગેરવ્યવહાર પ્રકરણે પક્ષના મુખપત્રમાં ટીકા કરવામાં આવી હતી. આ પછી શિવસેના ભવન સામે ભાજપ યુવા મોરચાએ દેખાવ કર્યા હતા, જે દિવસે શિવસૈનિકો સાથે મારમારી થઈ હતી. હવે ફરી એક વાર સંજય રાઉતે મુખપત્રમાં તેમની કટાર થકી ભાજપની ટીકા કરી છે.શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકના જમીન વ્યવહાર પ્રકરણમાં ગોટાળો હોવાનું જણાવીને ઈડીએ તેમને ત્રાસ આપવાનું શરૂ કર્યું, પરંતુ હાલમાં સૌથી મોટો જમીન ગોટાળો અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ કાર્યમાં થયાનું સામે આવ્યું છે. અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયના સંબંધીઓએ પાણીને મૂલે જમીનો લીધી અને કરોડો રૂપિયામાં શ્રીરામ જન્મભૂમિને વેચી મારી. આ પણ ઈડી અને સીબીઆઈની તપાસનો મુદ્દો છે, પરંતુ તેઓ બધા આઝાદ ફરી રહ્યા છે, એમ રાઉતે જણાવ્યું છે.

સરનાઈક વ્યથિત કેમ થઈ ગયા
મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય પ્રતાપ સરનાઈક છેલ્લા પાંચ મહિનાથી પરેશાન છે. ઈડીના તપાસ અધિકારી તેમની પાછળ હાથ ધોઈને પડ્યા છે. સરનાઈક અને તેમના પરિવારજનોને આ સર્વ પ્રકરણમાં ત્રાસ ભોગવી રહ્યા છે. આવા સંજોગોમાં સરનાઈકે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. સરનાઈક શિવસેનાના છે, મુખ્ય મંત્રી પણ શિવસેનાના છે.

આમ છતાં તેમણે પત્ર થકી વ્યથા જણાવવી પડી.ઈડીના શરૂઆતમાં સમન્સ આવ્યા ત્યારે છેવટ સુધી લડીશ એમ તેમણે જણાવ્યું હતું. અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ હકભંગ લાવીને ખળભળાટ મચાવનારા સરનાઈક આટલા વ્યથિત કેમ થઈ ગયા, સરનાઈકે ઠાકરેને પત્ર લખવા સુધીનો વારો કેમ આવ્યો, મારી સાથે મારા કુટુંબીઓને પણ ત્રાસ આપવામાં આવી રહ્યો છે તે અટકાવો એવું તેમનું કહેવું છે, એમ રાઉતે જણાવ્યું હતું.

અજિત પવારની તપાસ કરવા માગણી એટલે...
સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાને કોણ ઓળખતું નથી. તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચળવળે ભલભલાની ઊંઘ ઉડાડી મૂકી છે. દમણિયાએ કહ્યું કે ઉદ્યોગપતિ અવિનાશ ભોસલેની માલમતા ઈડીએ મની લોન્ડરિંગના આરોપ હેઠળ જપ્ત કરી તે અજિત પવાર પર દબાણ લાવવાનો પ્રયાસ છે કે શું, કાર્યવાહી સીધા માર્ગે થવી જોઈએ પરંતુ ઈડી આ બધું ભાજપને સત્તા મેળવી આપવા કરી રહી છે. દમણિયાનું કહેવું છે કે અવિનાશ ભોસલે અજિત પવારના નિકટવર્તી છે તે બધા જાણે છે.ભોસલેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી એટલે ભાજપ અથવા કેન્દ્ર પાસેથી ઈડીને મળેલો આદેશ છે.

સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ રાજકીય કારણો માટે થઈ રહેલો જોવા મળે છે. દમણિયાએ એમ પણ કહ્યું કે હાલની ઘડીએ શિવસેના સાથે પ્લાન એ પ્રમાણ વાટાઘાટ ચાલી રહી હોય તો પ્લાન બી તૈયાર રાખવા અજિત પવાર પર દબાણ લાવવાનો પ્રયાસ થતો જોવા મળે છે. આ ગંદું રાજકારણ છે. કોઈ પણ પરિસ્થિતિમાં સત્તા મળવી જ જોઈએ એવો તેમને ધ્યેય છે, એમ રાઉતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...