તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Raid Revealed That 50 Per Cent Of The Locally Available Edible Oil Was Adulterated, With 7 Out Of 8 Manufacturers' Products Adulterated.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેળસેળયુક્ત ખાદ્યતેલ:સ્થાનિક સ્તરે મળતા ખાદ્યતેલ 50 ટકા ભેળસેળયુક્ત, 8માંથી સાત ઉત્પાદકોના માલમાં ભેળસેળ હોવાનું દરોડામાં જણાયું

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજ્યમાં સ્થાનિક સ્તરે મળતા જુદા જુદા પ્રકારના ખાદ્યતેલ 50 ટકા ભેળસેળયુક્ત હોવાનું અન્ન અને ઔષધ પ્રશાસનની કાર્યવાહીમાં સ્પષ્ટ થયું છે. આ પ્રકરણે 8 ઉત્પાદકો પર અચાનક પાડેલા દરોડામાં આ બાબતે પ્રકાશમાં આવી હતી. એમાંથી ફક્ત એક ઉત્પાદક છોડીને બાકીના ઉત્પાદકો તરફથી ભેળસેળ કરવામાં આવતી હોવાની ગંભીર બાબત જાહેર થઈ છે. હવે આ ઝુંબેશ સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની ઘટનાઓ બધે જ થતી હોય છે છતાં કાર્યવાહી થતી નહોતી. તેથી સ્થાનિક સ્તરે આ ભેળસેળયુક્ત તેલ વેચવામાં આવતું હતું.

નામચીન કંપનીઓની સરખામણીએ આ તેલ ઘણું સસ્તુ હોવાથી આ ભેળસેળયુક્ત તેલની ખૂબ માગ હોય છે. જો કે આ તેલ આરોગ્ય માટે હાનીકારક હોય છે. આ ખાદ્યતેલમાં રંગ ભેળવવામાં આવે છે. આ બાબતની માહિતી મળ્યા પછી અન્ન અને ઔષધ પ્રશાસને કમિશનર અભિમન્યુ કાળેએ 30 અન્ન નિરીક્ષકોની વિવિધ ટીમ તૈયાર કરીને આ ઉત્પાદકો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સહઆયુક્ત શશીકાંત કેંકરેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 8 ઉત્પાદકો પર કરેલી કાર્યવાહીમાં રૂ. 4,98,00,000નો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો. મગફળી, તલ, સોયાબીન, સૂર્યમુખી, પામોલીન વગેરે તેલોના લગભગ 93 નમૂનાઓ તપાસણી માટે લેવામાં આવ્યા હતા. એમાંથી 49 નમૂના ભેળસેળયુક્ત હોવાનું સ્પષ્ટ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો