• Gujarati News
  • Local
  • Mumbai
  • The Purpose Of Raj's Speech Is To Divide The Society, Also A Sign Of Action Against Raj Thackeray

ગૃહમંત્રી પાટીલનું નિવેદન:રાજના ભાષણનો ઉદ્દેશ સમાજમાં ભાગલા પાડવાનો, રાજ ઠાકરે સામે કાર્યવાહીનો પણ સંકેત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલ - Divya Bhaskar
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલે સોમવારે જણાવ્યું હતું કે, ઔરંગાબાદમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા આપેલું અલ્ટિમેટમ સમાજમાં ભાગલાવો ઉદ્દેશ ધરાવે છે અને તેમની સામે આ માટે કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો હતો. રવિવારે ઔરંગાબાદની રેલીમાં રાજ ઠાકરેનું ભાષણ ફક્ત એનસીપી પ્રમુખ શરદ પવાર પર હુમલો કરવા પર કેન્દ્રિત હતું.

રાજે પવાર પર મહારાષ્ટ્રમાં જાતિનું રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમને ‘હિંદુ’ શબ્દની એલર્જી છે. રાજનું આ ભાષણ સમાજ અને નફરતમાં ભાગલા પાડવાનો પ્રયાસ હતો. પોલીસ તેમનું ભાષણ સાંભળશે અને નક્કી કરશે કે શું વાંધાજનક છે અને તેને આધારે ઉચિત નિર્ણય લેવામાં આવશે, એમ વલસે- પાટીલે જણાવ્યું હતું.

રાજનું ઔરંગાબાદમાં ભાષણ ઉશ્કેરણીજનક હતું અને તેમની ભૂમિકાની અસર તમામ ધર્મો પર પડી શકે છે. શું રાજ સુપ્રીમ કોર્ટ કરતાં મોટા છે? એવો પ્રશ્ન ગૃહમંત્રીએ પૂછ્યો હતો. રાજની ઔરંગાબાદ સભા બાદ ગૃહ મંત્રાલય દ્વારા સંવેદનશીલ વિસ્તારો માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે અને રાજના ભાષણ પર કાયદાકીય અભિપ્રાય જાણ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

આમ, ઔરંગાબાદમાં રાજની સભા બાદ ગૃહ વિભાગ સક્રિય મોડમાં આવી ગયું છે. દિલીપ વલસે-પાટીલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરશે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા સાથોસાથ મંગળવારે ઈદને ધ્યાનમા રાખીને રાજ્યની એકંદર સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...