તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રક્રિયા:સમુદ્રનું 200 MLD પાણી ખારું પાણી મીઠું કરવાની પ્રક્રિયા શરૂ, મે, જૂનમાં મુંબઈમાં પાણીકાપ માટે મનોરમાં પ્રોજેક્ટ હાથમાં લેવાયો છે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં મે અને જૂનમાં પાણીકાપ ટાળવા માટે મનોર ખાતે સમુદ્રનું 200 એમએલડી ખારું પાણી મીઠું કરવા નિઃક્ષારીકરણ પ્રકલ્પ ઊભો કરવાનો કયાસ મેળવીને પ્રકલ્પની આગળની પ્રક્રિયા શરૂ કરવાના નિર્દેશ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યા છે.ચોમાસાના આરંભમાં સતત વરસાદ મોડો પડતો હોવાથી મે અને જૂનમાં મુંબઈમાં 10થી 20 ટકા સુધી પાણીકાપ કરવી પડે છે.

આ ટાળવા માટે સમુદ્રનું ખારું પાણી મીઠું કરતાં મુંબઈના નાગરિકોને પાણીકાપનો થતો ત્રાસ ઓછો થવામાં મદદ થશે. દુનિયાના અનેક દેશોમાં આ પ્રયોગ સફળતાથી અમલ કરાયો છે, જ્યારે અમુક દેશોમાં આવા પ્રકલ્પ ઊભા કરાઈ રહ્યા છે. મુંબઈ જેવા મહાનગરમાં આ પ્રકલ્પ ચોક્કસ જ લાભદાયક ઠરવાનો હોવાથી પ્રકલ્પ માટે કરવામાં આવતી કાર્યવાહી આગળ ચાલુ રાખવાનો આદેશ તેમણે આપ્યો હતો.

મનોરી ખાતે 25થી 30 એકરમાં આ પ્રકલ્પ ઊભો કરવાનો પ્રસ્તાવ છે. 200 એમએલડી ક્ષમતાનો આ પ્રકલ્પ ભવિષ્યમાં ક્ષમતા વધારવા માટે સુવિધાજનક છે. આ પ્રકલ્પ પૂરો કરવા માટે સામાન્ય રીતે અઢીથી ત્રણ વર્ષનો સમય લાગશે. પ્રકલ્પ માટે અંદાજે રૂ. 1600 કરોડનો ખર્ચ અપેક્ષિત છે. નિર્મિતી ખર્ચ 3થી 4 પૈસા લિટર આવશે, એમ મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું. મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને મોટો દરિયાકિનારો લાભ્યો છે. આથી આ પ્રકલપ માટે જોઈતું પાણી ઉપલબ્ધ થશે. સૌર ઊર્જા પર આ પ્રકલ્પનો અમલ કરતાં નિર્મિતી ખર્ચ પણ ઓછો થશે.

મોંઘા પ્રકલ્પ સામે પ્રશ્ન
દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારે રૂ. 1600 કરોડનો આ પ્રકલ્પ મુંબઈગરાને પરવડશે કે કેમ એવો પ્રશ્ન પૂછ્યો છે. 200 એમએલડી ખારું પાણી મીઠું કરવાનો ખર્ચ રૂ. 1600 કરોડ આવશે, જે મુંબઈગરાને પરવડશે કે એવું પૂછીને પ્રકલ્પ અંગે ફેરવિચાર કરવા તેમણે મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...