• Gujarati News
  • Local
  • Mumbai
  • The Problem Of Coal Shortage In Maharashtra Has Been Eliminated, Electricity Can Be Generated At Full Capacity Every Day

ચિંતાનો અંત:મહારાષ્ટ્રમાં કોલસાની અછતની સમસ્યા દૂર થઈ, દરરોજ પૂર્ણ ક્ષમતાથી વીજ ઉત્પાદન કરી શકાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બે મહિનાથી કોલસાની અછતનો સામનો કરતા મહાનિર્મિતીની ચિંતાનો આખરે અંત આવ્યો છે. મહાનિર્મિતીના રાજ્યના તમામ વીજ કેન્દ્રોમાં સરેરાશ સાત દિવસ પૂરો પડે એટલો મતલબ કે 7 લાખ 26 હજાર મેટ્રિક ટન કોલસાના સ્ટોક થયો છે. તેમ જ કોલસા કંપની તરફથી દરરોજના વપરાશના સરખામણીએ 20 હજાર મેટ્રિક ટન વધારાનો કોલસો પૂરો પાડવામાં આવે છે. તેથી મહાનિર્મિતી જરૂરિયાત અનુસાર પૂર્ણ ક્ષમતાથી વીજ ઉત્પાદન કરી શકશે.

મહાનિર્મિતીના રાજ્યમાં નાશિક, કોરાડી, ભુસાવળ, પરળી, પારસ, ચંદ્રપુર, ખાપરખેડા એમ સાત ઔષ્ણિક વીજ કેન્દ્ર છે. તેમની કુલ વીજનિર્મિતી ક્ષમતા 9 હજાર 250 મેગાવોટ છે. વીજની માગ ધ્યાનમાં રાખતા ત્યાંથી સરેરાશ 70 ટકા ક્ષમતાથી એટલે કે સાડા પાંચ હજાર મેગાવોટ જેટલી વીજનિર્મિતી કરવામાં આવે છે. એના માટે દરરોજ લગભગ 1 લાખ ટન કોલસો જોઈએ છે. જોકે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અતિવૃષ્ટના કારણે કોલસાના ઉત્ખનન પર વિપરીત અસર થઈ હતી. તેથી મહાનિર્મિતીને પૂરો પાડવામાં આવતા કોલસાનો સ્ટોક અડધો થયો હતો.

પરિણામે મહાનિર્મિતીના ઔષ્ણિક પ્રકલ્પમાંથી થતી વીજનિર્મિતી સાડા ત્રણથી ચાર હજાર મેગાવોટ સુધી જેટલી નીચે આવી હતી. દરરોજ ઉપલબ્ધ થનારા કોલસા પર જ વીજનિર્મિતી કરવી પડતી હતી. જોકે ઓક્ટોબરના અંતથી કોલસા પુરવઠામાં મોટો સુધારો થયો હતો.મહાનિર્મિતીને અત્યારે 1 લાખ 20 હજાર મેટ્રિક ટન કોલસાનો પુરવઠો થાય છે.

અન્ય સમાચારો પણ છે...