તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:સમસ્યા હજી યથાવત, દર્દીઓની વધતી સંખ્યા સામે બેડની સંખ્યા ઓછી છે

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમસ્યા હજી યથાવત

મે મહિનામાં કોરોનાના સંક્રમણનું જોખમ વધશે એવી શક્યતા ધ્યાનમાં લેતા આરોગ્ય યંત્રણાએ ટેસ્ટ્સ, દર્દીઓની શોધ તેમ જ વિવિધ પ્રકારની દવાઓની ઉપલબ્ધતા, આઈઝોલેશન ધોરણ સંદર્ભે નિર્ણય લીધા છે છતાં હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમસ્યા હજી ઉકેલાઈ નથી. હોસ્પિટલો સહિત મેદાનો, ક્લબ સેંટર્સ જેવા ઠેકાણે અતિરિક્ત બેડની ઉપલબ્ધતા કરવામાં આવી છે છતાં એ પૂરતી ન હોવાનું ચિત્ર આઈઝોલેશન માટેના બેડ, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર્સની સંખ્યા જોતા સ્પષ્ટ થાય છે. 
૭૨૦ બેડ સહિત ૯૨ આઈસીયુ, ૨૮ એનઆઈસીયુ/પીઆઈસીયુ બેડ મળીને કુલ ૮૪૦ બેડ
નાયર હોસ્પિટલનું રૂપાંતર કોવિડ હોસ્પિટલમાં કરવા સહિત સેવન હિલ્સ, કેઈએમ, લોકમાન્ય ટિળક હોસ્પિટલમાં પણ બેડની ઉપલબ્ધતા તબક્કાવાર વધારવામાં આવી રહી છે. સેવન હિલ્સ હોસ્પિટલમાં આઈઝોલેશનના ૮૨૦ બેડ અને આઈસીયુના ૭૩ બેડ છે. ૨૦ વેન્ટિલેટરની ઉપલબ્ધતા સાથે રિલાયન્સ તરફથી ૨૦ વેન્ટિલેટર મળ્યા છે. અહીં ડાયાલિસિસના ૫૦ બેડ માટે સુવિધા ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ હોસ્પિટલમાં ૯૦૦ થી ૧૫૦૦ બેડની ઉપલબ્ધતા કરવામાં આવશે. કોરોનાનો ફેલાવો બંધ થાય એ માટે મહાપાલિકાની ૪ અને ૨ સાર્વજનિક એમ કુલ ૬ હોસ્પિટલોમાં ૨૮૦૦ થી ૩૦૦૦ બેડની ઉપલબ્ધતા માટે તૈયારી કરવામાં આવી છે. આ વ્યવસ્થા અપૂરતી પડશે તો મહાપાલિકા હોસ્પિટલોમાં અતિરિક્ત ૧ હજાર બેડની ઉપલબ્ધતા કરવાની દષ્ટિએ નિયોજન કરવામાં આવી રહ્યું છે. નાયર હોસ્પિટલોના એચ અને ઓ ઈમારતોમાં મળીને ૮૪૦ બેડની ઉપલબ્ધતા કોવિડ દર્દીઓ પર મેડિકલ સારવાર કરવા માટે કરવામાં આવશે. ૭૨૦ બેડ સહિત ૯૨ આઈસીયુ, ૨૮ એનઆઈસીયુ/પીઆઈસીયુ બેડ મળીને કુલ ૮૪૦ બેડ કોવિડના દર્દીઓ માટે તૈયાર રાખવાનું નિયોજન કરવામાં આવ્યું છે. 
ઉપલબ્ધતા ૧૦૨૩ અને વેન્ટિલેટરની ઉપલબ્ધતા ૭૯૪
મેડિકલ સાધનસામગ્રીની ઉપલબ્ધતા છે છતાં અનેક હોસ્પિટલોમાં કામ કરતા મેડિકલ કર્મચારીઓ તેમ જ ડોકટરો, નર્સોને પમ સંક્રમણ થઈ રહ્યું હોવાથી તેમને પણ આઈઝોલેટ કરવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જે વોર્ડ શરૂ થયા છે ત્યાં ડોકટરોની ઉપલબ્ધતા, મનુષ્યબળની ઓછપ, આઈઝોલેશનને કારણે ઉપલબ્ઘ ન હોય એવો સ્ટાફ, પ્રવાસની અડચણો, વરિષ્ઠ ડોકટરોનું સહકાર્ય ન મળવા જેવી અનેક અડચણો સામે આવી રહી છે. શહેરની સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલમાં આઈઝોલેશન (આઈસીયુ બાકાત રાખીને), આઈસીયુ બેડ, વેન્ટિલેટરની ઉપલબ્ધતા વધતા દર્દીઓની સખ્યા માટે હજી વધારવાની જરૂર છે. સાર્વજનિક આરોગ્ય વિભાગે કોરોના માટે વિવિધ હોસ્પિટલોમાં ઉપલબ્ધતા સંદર્ભે આપેલી માહિતી અનુસાર કુલ આઈઝોલેશન બેડ (આઈસીયુ છોડીને) ૩૬૯૦ છે. એમાંથી નિશ્ચિત નિદાન થયેલા દર્દીઓ માટે ૨૬૫૩ બેડ રાખવામાં આવ્યા છે. આઈસીયુ માટે આ ઉપલબ્ધતા ૧૦૨૩ અને વેન્ટિલેટરની ઉપલબ્ધતા ૭૯૪ છે. આ આંકડાઓ બુધવારે સવારના ૧૧ વાગ્યા સુધીના છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો