તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Primary Cost For A Job Abroad Will Be Paid By The State Government, The Primary Cost Of Going Abroad For A Passport, Insurance, Medical Test Is 12 To 15 Thousand.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:વિદેશમાં નોકરી માટેનો પ્રાથમિક ખર્ચ રાજ્ય સરકાર આપશે, વિદેશ જવા પાસપોર્ટ, વીમો, મેડિકલ ટેસ્ટનો પ્રાથમિક ખર્ચ 12 થી 15 હજાર છે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારે બેરોજગારીની સમસ્યાને અગ્રતાથી હાથમાં લીધી છે. એના જ એક ભાગ તરીકે રાજ્યના ખાનગી ઉદ્યોગો, કંપનીઓમાં રાજ્ય સરકારની મદદથી સુશિક્ષિત બેરોજગારોને નોકરીઓ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એ સાથે હવે વિદેશમાં નોકરી માટે સુશિક્ષિત બેરોજગારોને મદદનો હાથ આપવામાં આવશે. ઉમેદવારને પાસપોર્ટ, વીમો, મેડિકલ તપાસણી વગેરે માટે થતો રૂ. 12,000 થી રૂ. 15,000નો પ્રાથમિક ખર્ચ રાજ્ય સરકાર કરશે એવી માહિતી રાજ્યના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોજકતા મંત્રી નવાબ મલિકે આપી હતી.

સરકારી નોકરી કરતા ખાનગી ક્ષેત્રોમાં નોકરીઓ ઊભી કરવા અને ઉપલબ્ધતાની શક્યતાઓ વધારે છે. કૌશલ્ય અને ઉદ્યોજકતા વિભાગે એના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુશિક્ષિત બેરોજગારોને વિદેશમાં નોકરી મેળવવા માટે પ્રોત્સાહન અને મદદ કરવાનો વિભાગનો પ્રસ્તાવ છે એમ મલિકે જણાવ્યું હતું.

વિદેશમાં નોકરી માટે જવા માટે ઉમેદવારે પાસપોર્ટ, વીમો કઢાવવો પડે છે. એ સાથે મેડિકલ ટેસ્ટ કરાવવી પડે છે. એના માટે રૂ. 12,000 થી રૂ. 15,000નો પ્રાથમિક ખર્ચ થાય છે. સુશિક્ષિત બેરોજગારની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લેતા આ પ્રાથમિક ખર્ચ વિભાગ તરફથી કરવામાં આવશે.રાજ્યના સુશિક્ષિત યુવક-યુવતીઓને વિદેશમાં સારા પગારની બે વર્ષની નોકરી મળે તો તેમના માટે મોટી રાહત છે. આ પ્રસ્તાવિત યોજના સંદર્ભે પ્રાથમિક ચર્ચા ચાલુ છે. મંત્રીમંડળની માન્યતાથી એની અમલબજાવણી કરવામાં આવશે એવી માહિતી તેમણે આપી હતી.

રાજ્યમાં 83,000 નોકરીની ઉપલબ્ધતા
રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા શરદ પવારના 80મા જન્મદિવસ નિમિત્તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોજકતા વિભાગ તરફથી રાજ્યના 80,000 સુશિક્ષિત બેરોજગારોને નોકરીઓ ઉપલબ્ધ કરી આપવાની ઘોષણા નવાબ મલિકે કરી હતી. એ અનુસાર રાજ્યની જુદી જુદી કંપનીઓમાં 83,000 નોકરીઓ ઉપલબ્ધ થઈ છે.

વિભાગના પોર્ટલ પર એની માહિતી આપવામાં આવી છે. એ સાથે જ સવા લાખની આસપાસ સુશિક્ષિત બેરોજગારોની નોકરી માટે અરજી મળી છે. સંબંધિત કંપનીઓ મારફત પસંદગી પ્રક્રિયા ચાલુ છે. રાજ્યના ખાનગી ક્ષેત્રમાં વધુમાં વધુ નોકરીઓ ઉપલબ્ધ કરી આપી બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો આ સરકારનો પ્રયત્ન છે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો