તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Possibility Of Extending The Lockdown In Maharashtra Till May 31, How To Get The Economy Back On Track Was Discussed In The Meeting.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:મહારાષ્ટ્રમાં હવે ૩૧ મે સુધી લોકડાઉન લંબાવાની શક્યતા, અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર કેવી રીતે લાવી શકાશે એ બાબતે બેઠકમાં ચર્ચા

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ન હોવાથી આઘાડીના નેતાઓનો આગ્રહ

મુંબઈ, પુણે, નાશિક વગેરે મહાનગરોમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ન હોવાથી આગામી ૩૧ મે સુધી લોકડાઉન વધારવામાં આવે એના પર ગુરુવારે થયેલી મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના નેતાઓની બેઠકમાં એકમતી સધાઈ હોવાનું જણાય છે. રાજ્યની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર કેવી રીતે લાવી શકાશે એ બાબતે બેઠકમાં ચર્ચા થઈ હોવાનું જણાવવામાં આવે છે. 
લોકડાઉન-૪ નવી શરતો અને ધોરણો સાથેની સવિસ્તર માહિતી જાહેર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન વધારશે એમ જાહેર કર્યું છે. આ પાર્શ્વભૂમિ પર શિવાજી પાર્ક ખાતેના બાળાસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારકના સભાગૃહમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક પાર પડી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉપમુખ્યમંત્રી અજિત પવાર, જળસંપદા મંત્રી જયંત પાટીલ, સાર્વજનિક બાંધકામ મંત્રી અશોક ચવ્હાણ, મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાત, મુખ્ય સચિવ અજય મહેતા, મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ સહિત વરિષ્ઠ પ્રશાસકીય અને પોલીસ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા. લોકડાઉન અને રાજ્યની અર્થવ્યવસ્થાની ગાડી કોઈ રીતે પાટા પર લાવી શકાશે એ બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં મુંબઈ સહિત મુખ્ય મહાનગરોમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ન હોવાથી રાજ્યમાં ૩૧ મે સુધી લોકડાઉન વધારવામાં આવે એના પર બેઠકમાં એકમતી સધાઈ હોવાનું જણાય છે. કેન્દ્ર સરકાર લોકડાઉન-૪ નવી શરતો અને ધોરણો સાથેની સવિસ્તર માહિતી જાહેર કરશે એ પછી જ રાજ્ય સરકાર તરફથી આ બાબતે અધિકૃત ઘોષણા કરવામાં આવશે. 
વિવિધ ઉદ્યોગ તબક્કાવાર શરૂ કરવા બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી
મહાવિકાસ આઘાડીના નેતાઓની આ બેઠકમાં આગામી સમયમાં ઝોન અનુસાર કઈ બાબતો શરૂ કરી શકાશે એના પર ચર્ચા થઈ હતી. કોરોનાને લીધે રાજ્યની અર્થવ્યવસ્થા પર વિપરિત પરિણામ થયું છે. અર્થવ્યવસ્થા સંદર્ભે અભ્યાસ કરવા જે સમિતિની સ્થાપના કરવામાં આવી હતી એ સમિતિના અહેવાલ પર આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું જણાય છે. લોકડાઉનની ઘોષણા કરવામાં આવ્યા બાદ રાજ્યના વિવિધ ઉદ્યોગ તબક્કાવાર શરૂ કરવા બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો