તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતા મહાપાલિકાની સ્કૂલોની માઠી દશા

મુંબઈ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ માધ્યમની 51 સ્કૂલો બંધ કરી દેવી પડી

ગરીબ કુટુંબોના બાળકો ભણી શકે એ ઉદ્દેશથી મુંબઈ મહાપાલિકાએ પ્રાથમિક શિક્ષણની ધુરા પોતાના ખભે ઉપાડી છે. જો કે છેલ્લા થોડા વર્ષોથી મહાપાલિકાના પ્રાથમિક શિક્ષણની હાલત ઉતરતી કલામાં છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં મહાપાલિકાના પ્રાથમિક શિક્ષણને લગભગ 29,000થી વધારે વિદ્યાર્થીઓએ રામરામ કર્યા છે. વિદ્યાર્થીઓના ઓછા થવાથી વિવિધ માધ્યમોની લગભગ 51 સ્કૂલો બંધ કરવી પડી છે.

ગરીબ કુટુંબોના બાળકો શિક્ષણ લઈ શકે એ માટે મુંબઈ મહાપાલિકાના શિક્ષણ વિભાગે મરાઠી, હિંદી, ગુજરાતી, ઉર્દૂ, અંગ્રેજી, તેલુગુ, તમિળ અને કન્નડ એમ 8 માધ્યમની સ્કૂલો શરૂ કરી છે. એક સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મહાપાલિકાની સ્કૂલોમાં જતા હતા. એ પછી કોન્વેન્ટ સ્કૂલો શરૂ થઈ. તેમ જ વાલીઓએ મોટા પ્રમાણમાં સ્થળાંતર કર્યું હોવા જેવા વિવિધ કારણોસર મહાપાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી રહી. એ સાથે જ ખાનગી અને મહાપાલિકાની સ્કૂલોમાં દરજ્જો એ પણ એક કારણ છે.

આમ છતાં આજની તારીખે પણ ગરીબ કુટુંબો તેમ જ પરપ્રાંતીયોના બાળકો મહાપાલિકાની સ્કૂલોમાં જ શિક્ષણ લે છે. કોરોના સંક્રમણ ચાલુ થયા પછી લોકડાઉન લાગુ થયું. એ પછી તમામ કારભાર ઠપ્પ થઈ ગયો. સ્કૂલો પણ બંધ થઈ. વિદ્યાર્થીઓનું શિક્ષણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શરૂ થયું. મુંબઈ મહાપાલિકા તરફથી ઉપલબ્ધ થયેલા આંકડાઓ અનુસાર ચાલુ વર્ષમાં 963 પ્રાથમિક સ્કૂલોમાં 2,16,450 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. લગભગ 7,653 શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો