નિર્ણય:પોલીસોને ઘર માટે તે માટે વિશેષ ગૃહનિર્માણ ધોરણ તૈયાર કરાશે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હકના ઘરથી વંચિત દોઢ લાખ પોલીસોને દિલાસો

પોલીસોને તેમના હકના ઘર મેળવી આપવા માટે નગરવિકાસ વિભાગ વિશેષ ધોરણ તૈયાર કરી રહ્યું છે. ગૃહ અને ગૃહનિર્માણ વિભાગના સમન્વયથી ટૂંક સમયમાં એને અંતિમ સ્વરૂપ આપીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ રજૂ કરવામાં આવશે એમ નગરવિકાસ મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું. પોલીસોના ઘરની સમસ્યાના પ્રશ્નના કાયમી ઉકેલ નીકળે અને નિવૃત્તી પછી તેમની ઘર માટેની હેરાનગતિ બંધ થાય એના માટે શિંદે પ્રયત્ન કરી રહ્યા છે. આ સંદર્ભે તેમની અધ્યક્ષતા હેઠળ થયેલી બેઠકમાં પોલીસો માટે વિશેષ ગૃહનિર્માણ ધોરણ તૈયાર કરવાને મંજૂરી આપવામાં આવી હતી. હાલની સ્થિતિમાં રાજ્યમાં દોઢ લાખ પોલીસ હકના ઘરથી વંચિત છે.

તેમને ઘર આપવાના હોય તો આટલી મોટી સંખ્યામાં ઘરનું નિર્માણ કરવાની જરૂર છે. એના માટે લઘુ, મધ્યમ અને દીર્ઘકાલીન એમ ત્રણ તબક્કામાં આ ધોરણનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું છે. એ સાથે જ પોલીસોને સેવા બજાવતા હોય ત્યારે ઘર અને નિવૃત થયા પછી જરૂરી ઘર એમ બમણી જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ યોજનાનું અંતિમ સ્વરૂપ તૈયાર કરવામાં આવશે. પોલીસો માટે ઘર નિર્માણ કરવાના અનેક વિકલ્પ બેઠકમાં રજૂ થયા હતા. ગૃહ વિભાગ અને ગૃહ નિર્માણ વિભાગના સમન્વયથી આ ધોરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

રાજ્ય સરકારને મળતા હાઉસિંગ સ્ટોક અને અન્ય યોજનામાંથી ઉપલબ્ધ થતા ઘર છોડીને હજી પોલીસોને ઘર કેવી રીતે ઉપલબ્ધ કરી આપી શકાય એને સરકાર અગ્રતા આપે છે એમ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું. આ બેઠકમાં ગૃહ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવ, નગરવિકાસ વિભાગના મુખ્ય સચિવ ભૂષણ ગગરાણી, રાજ્યના પોલીસ મહાસંચાલક સંજય પાંડે અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...