તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:અખબારોની રદ્દી લઈને જીવતા દુકાનદારોની પણ કફોડી હાલત, ભંગારની લેવેચ પણ બંધ

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રદ્દી સાથે જ થતી ભંગારની લેવેચ પણ બંધ છે

વર્તમાનપત્રો જીવનાવશ્યક સેવા છે. છતાં એના પરનો પ્રતિબંધ વર્તમાનપત્રોની સાંકળના અંતિમ ઘટક માટે સૌથી વધુ ત્રાસદાયક બન્યો છે. વર્તમાનપત્રોનું ઘેર ઘેર વિતરણ કરવાનું હાલ બંધ છે. વાચકો પણ ઘરની બહર નીકળીને વર્તમાનપત્રો ખરીદી કરતા નથી. તેથી વાચકોના ઘરમાં રદ્દી જ નથી. લોકડાઉન પહેલાં ખરીદી કરેલા વર્તમાનપત્રોને રદ્દીમાં આપવા છે પણ દુકાનો બંધ છે. તેથી આ બધામાં અત્યારે રદ્દીવાળાઓ બેહાલ છે. રદ્દીની સાથે અન્ય ભંગાર સામાનની ખરીદી-વેચાણ પણ થતું હોય છે. પણ અત્યારે તો સંપૂર્ણ વ્યવસાય જ ઠપ્પ છે. દર વર્ષે ઊનાળાની રજાઓમાં સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓના પુસ્તકો અને નોટબુકો રદ્દીમાં વેચાય છે. કેટલાક જણ રદ્દીમાંથી અડધી કિંમતે પુસ્તકોની ખરીદી પણ કરે છે. પણ લોકડાઉનમાં શૈક્ષણિક પુસ્તકો રદ્દીવાળા સુધી પહોંચ્યા નથી.

અમે ઘેર ઘેર જઈને રદ્દી ભેગી કરીએ છીએ. સાથે જ પ્લાસ્ટિક, લોખંડ જેવા ફેરપ્રક્રિયા થઈ શકતી હોય એવો ભંગારની વસ્તુઓ પણ ખરીદી કરીએ છીએ. એ પછી હોલસેલ વિક્રેતાઓ એને ખરીદે છે. હોલસેલ વેપારી આ માલ વાપી અને પંજાબના શહેરમાં આવેલા ફેરપ્રક્રિયા કારખાનાઓમાં લઈ જાય છે. એમાંથી મહિને દહાડે દસવીસ હજાર રૂપિયાની આવક થઈ જાય છે. એમાંથી જ દુકાનનું ભાડુ, ઘરખર્ચ ચાલે છે. પણ અત્યારે વ્યવસાય જ બંધ હોવાથી ભાડું ભરવા રૂપિયા ક્યાંથી લાવવા એવો મોટો પ્રશ્ન રદ્દીવાળાઓ સમક્ષ ઊભો થયો છે. રદ્દીકનેક્ટ કંપની સાથે મુંબઈના લગભગ ૨૦૦ રદ્દીવાળા સંકળાયેલા છે. ઘેર ઘેર જઈને રદ્દી ભેગી કરવાની, એ વધુ દરે વેચવાની, એમાંથી રળેલો નફો ગજવામાં રાખીને બાકીના રૂપિયા એનજીઓને આપવા જેવા કામ ચાલે છે. અત્યારે લોકડાઉનને લીધે દુકાનો બંધ છે. એમાં રદ્દીવાળાઓને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. 

ભવિષ્યમાં શું : કેટલાક રદ્દીવાળાઓ ગામ પાછા ગયા છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. આ જ અવસ્થા મુંબઈના સેંકડો રદ્દીવાળા અને ભંગારવાળાઓની છે. લોકડાઉન પહેલાં થયેલી કમાણી પર જેમતેમ દિવસો પસાર થઈ રહ્યા છે. લોકડાઉન એક દિવસ ઉઠાવી લેવામાં આવશે. પણ સમસ્યાઓનો અંત નહીં આવે. એ નવેસરથી ઊભી રહેશે. લોકો ઘરમાં પ્રવેશ આપશે નહીં. ત્યારે અમારા ભવિષ્યનું શું એવી ચિંતા બધાને સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો