તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:રાઉત વિરુદ્ધ ગંભીર આરોપ કરતી સાઈકિયાટ્રિસ્ટની અરજી ફગાવાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદારને મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાદ માગવા નિર્દેશ કરવામાં આવ્યો

સાંસદ સંજય રાઉત વિરુદ્ધ ગંભીર આરોપ કરતી સાઈકિયાટ્રિસ્ટ મહિલાની અરજી મુંબઈ હાઈ કોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. આથી રાઉતને દિલાસો મળ્યો છે. પશ્ચિમ ઉપનગરમાં રહેતી ફિલ્મ નિર્માત્રી સ્વપ્ના પાટકરે કોર્ટમાં ત્રણ અરજી કરી હતી. રાઉતે 2013 અને 2018માં મારા પતિ સાથે સાઠગાંઠ કરીને મને અને મારા કુટુંબીઓને જાનથી ખતમ કરવાનું કાવતરું રચ્યું હતું.

આ અંગે વાકોલા અને માહિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેની દખલ લેવાઈ નહીં, કારણ કે રાઉત રાજકીય દબાણ લાવ્યા હતા એવો આરોપ અરજદાર પાટકરે કર્યો હતો. ઉપરાંત પાટકર બોગસ પદવી મેળવીને છેલ્લાં બે વર્ષથી સિટી હોસ્પિટલમાં કામ કરી રહી છે એવો ગુનો મુંબઈ પોલીસે દાખલ કર્યો છે. તેમાં પાટકરની ધરપકડ પણ થઈ હતી.

આ ગુનો રદ કરવા માટે પણ તેમણે વકીલ આભા સિંહ થકી અરજી કરી હતી. જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ એન જે જમાદારની ખંડપીઠ સામે તેની પર સુનાવણી થઈ હતી. રાઉતવતી વકીલ પી કે ધાકેફાળકરે આ સર્વ આરોપો નકારી કાઢ્યા હતા. રાજ્ય સરકારે અરજીઓનો વિરોધ કર્યો હતો અને બોગસ પદવી પ્રકરણમાં તપાસ ચાલુછે, એવી ભૂમિકા કોર્ટમાં રજૂ કરી હતી.

બુધવારે કોર્ટે અરજી પર ચુકાદો જાહેર કર્યો હતો. આ પ્રકરણમાં તપાસ ચાલુ છે. આથી તેમાં હસ્તક્ષેપ નહીં કરીએ, એમ ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું. સંબંધિત મુદ્દાઓ માટેપાટકરે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટમાં દાદ માગવી અને કોર્ટે તેની પર શક્યતઃ ત્રણ મહિનામાં ચુકાદો આપવો એવો નિર્દેશ હાઈ કોર્ટે આપ્યો અને અરજી નામંજૂર કરી હતી.

રાઉત સામે કાર્યવાહી કરવાની માગણી પાટકરે કરી હતી. જોકે કોર્ટે તેમાં નિર્દેશ આપવાનો ઈનકાર કર્યો હતો. રાઉત સામે કરાયેલા આરોપોમાં સ્પષ્ટતા નથી, એવી નોંધ કોર્ટે કરી હતી. પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ ફરિયાદ પર એ સમરી અહેવાલ દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...