ભક્તિગીતોની જગ્યા હનુમાન ચાલીસા:લોકલમાં પણ યાત્રીઓએ હનુમાન ચાલીસા પઠન કર્યું

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ ઠાકરેના 4 મેના લાઉડસ્પીકર અલ્ટિમેટમને લઈને ભારે તણાવ વચ્ચે, હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ થઈ ગયું છે. બુધવારે મુંબઈની લોકલ ટ્રેનમાં લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા આપવામાં આવેલી ચેતવણીની અસર મુંબઈમાં દાદર જતી લોકલ ટ્રેનના મુસાફરોમાં જોવા મળી રહી છે.

મુંબઈની લોકલ ટ્રેનોમાં ભક્તિગીતો અને ભજન ગાવું એ નવી વાત નથી. ઘણાં વર્ષોથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુંબઈના મુસાફરોમાં ભજન અને ભક્તિગીતો ગાવાની પરંપરા ચાલી આવે છે, પરંતુ બુધવારે વહેલી સવારે દાદર તરફ જતી મુંબઈની લોકલમાં મુસાફરો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરાતું જોવા મળ્યું હતું.

મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ તરફથી ચેતવણીઓ છતાં મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ એક પત્ર જારી કર્યો જેમાં કાર્યકરોને મસ્જિદોમાં જો લાઉડસ્પીકર પર અઝાન સંભળાવવામાં આવે તો સામે બમણા અવાજથી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો આદેશ આપ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, “હું તમામ હિંદુ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે જો તમે 4 મેના રોજ લાઉડસ્પીકરો પર અઝાન વાગતી સાંભળો તો તે જ ક્ષણે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડો.’

અન્ય સમાચારો પણ છે...