તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિક્રિયા:મહારાષ્ટ્રનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને આ એકતાનો વિજય છેઃ શરદ પવાર, શિક્ષક મતદારસંઘની 5 સીટ પર મહાવિકાસ આઘાડીના વિજય પર પ્રતિક્રિયા

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેમનો રાજ્યમાં મુખ્યમંત્રી છે એ શિવસેનાને એક પણ સીટ ન મળીઃ દેવેન્દ્ર ફડણવીસ

વિધાન પરિષદની પદવીધર અને શિક્ષક મતદારસંઘની 5 સીટ પર મહાવિકાસ આઘાડીએ વિજય મેળવ્યો છે. આ વિજય ભેગા મળીને કામ કરવાથી થયો છે એમ રાષ્ટ્રવાદી કોગ્રેસના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું. છેલ્લા કે વર્ષમાં કામ કરીને દેખાડ્યું છે. એમાં મુખ્યત્વે નાગપુરની સીટ ક્યારેય મળી નહોતી એ ગઢ કોંગ્રેસે જીત્યો. મહારાષ્ટ્રનું આ પરિણામ મહાવિકાસ આઘાડીનો વિજય છે. મહાવિકાસ આઘાડી સરકારે ભેગા થઈને કામ કર્યું એની સફળતા છે.

પુણે મતદારસંઘમાં પણ અમને વિજય મળ્યો નહોતો. જો કે હવે સામાન્ય નાગરિકોએ પણ મહાવિકાસ આઘાડી સરકારને સ્વીકારી છે. મહારાષ્ટ્રનું ચિત્ર બદલાયું છે. તમામ ઉમેદવારોને હું અભિનંદન આપું છું અને જનતાનો આભાર માનું છું એમ શરદ પવારે જણાવ્યું હતું. ધુળે-નંદુરબાર વિધાન પરિષદનું પરિણામ જરાય આશ્ચર્યજનક નથી. જે ચૂંટાયેલા તેમનો પહેલેથી ત્યાં મોટો વર્ગ હતો. આ તેમનો સાચો વિજય નથી એમ તેમણે ઉમેર્યું હતું.

ભાજપ પ્રદેશાધ્યક્ષને વિનોદી વક્તવ્ય કરવાનો શોખ છે. ગયા વખતે વિધાન પરિષદમાં ચંદ્રકાંતદાદા કેવી રીતે ચૂંટાઈ આવ્યા? ગયા વખતે અમારા એક કરતા વધારે ઉમેદવારો હતા. તેથી તેઓ ચૂંટાઈ આવ્યા. તેથી જ પુણે શહેરનો તેમનો સગવડભર્યો મતદારસંઘ પસંદ કર્યો હતો. તેમને વિશ્વાસ હોત તો તેમણે એ મતદારસંઘ પસંદ કર્યો ન હોત એમ પવારે આગળ જણાવ્યું હતું.

સરકાર પર વિશ્વાસનું પ્રતિકઃ અજિત પવાર
ઉપમુખ્યમંત્રી અજિત પવારે વિજયી ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા. મહાવિકાસ આઘાડીની ઉમેદવારોનો વિજય તમામ પક્ષોની એકતાનો છે. રાજ્યની જનતાનો સરકાર પરના વિશ્વાસનું પ્રતિક છે એમ જણાવતા તેમણે તમામ મતદારોનો અને રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. નાગપુર અને પુણેમાં ઘણા વર્ષોથી એક જ પક્ષનું વર્ચસ્વ હતું. જો કે હવે સુશિક્ષિત લોકો પણ મહાવિકાસ આઘાડીના ટેકામાં છે એ સાબિત થયું. ઘણા જણ બડબડ કરતા હતા. હું તેમનું નામ લઈને સમય વેડફવા માગતો નથી.

આ પરિણામ બડબડ કરનારાઓને પડેલી લપડાક છે. હવે લોકોએ મહાવિકાસ આઘાડીને ટેકો આપ્યો છે એ સ્પષ્ટ થયું છે એમ જણાવતા અમરાવતીની સીટ જીતી હોત તો સંતોષ મળ્યો હોત. ત્યાં જે થયું એનું દુખ છે એવો વસવસો પણ અજિત પવારે વ્યક્ત કર્યો હતો. આ ચૂંટણીના માધ્યમથી ત્રણેય પક્ષોએ એક થઈને જુદો રાજકીય પ્રયોગ કર્યો અને એ સફળ થયો એનો સંતોષ છે એમ તેમણે ઉમેર્યું હતું.

હવે શિવસેના માટે આત્મપરીક્ષણ જરૂરી
વિધાન પરિષદની પદવીધર અને શિક્ષક મતદારસંઘની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો છે ત્યારે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાન આત્મપરીક્ષણ કરવાની સલાહ આપી છે. આ ચૂંટણીમાં ભાજપનો એક ઉમેદવાર તો વિજયી થયો. પણ શિવસેનાના હાથમાં કંઈ ન આવ્યું. એનો એક માત્ર ઉમેદવાર જીતી શક્યો નહી. ત્રણ પત્ર ભેગા થવાથી તેમની શક્તિનો અંદાજ અમને આવ્યો એ સાચુ પણ આ ત્રણ પક્ષમાંથી ફક્ત બે પક્ષને જ એનો ફાયદો થયો અને એક પક્ષને એક પણ સીટ ન મળી. જેમનો રાજ્યમાં મુખ્યમંત્રી છે એ શિવસેનાને એક પણ સીટ ન મળી. આ ગંભીર બાબત છે અને તેમણે આત્મચિંતન કરવું એવો ટોણો ફડણવીસે માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો