તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહિલાઓને અશ્લીલ ફોટો મોકલનારો ઝડપાયો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલાઓને અશ્લીલ ફોટો, અશ્લીલ ટિપ્પણીઓ અને અશ્લીલ લખાણ મોકલનારા વિકૃતને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9 દ્વારા છેક તેલંગાણાથી ઝડપી લેવાયો છે. આરોપીને મહંમદ ઈરફાન મહંમદ ઈકબાલ શેખ (29) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.19 નવેમ્બરે જોગેશ્વરી વેસ્ટમાં અગ્રવાલ એસ્ટેટ ખાતે રહેતી એક મહિલાને વ્હોટ્સએપ પર અશ્લીલ ફોટો આવવાનું શરૂ થયું હતું, જે પછી અશ્લીલ ટિપ્પણીઓ કરવા લાગ્યો હતો અને અશ્લીલ લખાણ મોકલવા લાગ્યો હતો. મહિલાએ તુરંત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ટેક્નિકલ અવલોકન કરતાં ફોનધારક ગુલબર્ગા, કર્ણાટકનો હોવાનું પરંતુ ગુનો આચર્યા પછી તે સ્થળ બદલતો રહેતો હતો એવું જણાયું હતું. જોગેશ્વરીની મહિલાના કેસની તપાસમાં આરોપી તેલંગાણા રાજ્યના જનગાવમાં હોવાનું જણાયું હતું. આથી એક વિશેષ ટીમે ત્યાં પહોંચીને આરોપીને શોધી કાઢ્યો હતો. તેને મુંબઈમાં લાવીને રિમાંડ પર લેવાયો છે.તેણે આ રીતે અનેક મહિલાઓને અશ્લીલ ફોટો, મેસેજ મોકલ્યા હોવાનું જણાયું છે.

અન્ય સમાચારો પણ છે...