તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:કલ્યાણમાં મૂકબધિર યુવતી સાથે દુષ્કર્મ કરનારો પકડાયો

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CCTV ને આધારે તપાસને અંતે ઝડપી લીધો

કલ્યાણમાં મૂકબધિર યુવતી સાથે દુષ્કર્મ કરીને ભાગી ગયેલા નરાધમને પોલીસે ભારે જહેમતને અંતે આખરે ગુજરાતથી ઝડપી લીધો છે. આરોપીને અશ્વિનભાઈ સરતાનભાઈ રાઠવા (18) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે છોટા ઉદયપુરનો રહેવાસી છે, જ્યારે મુંબઈમાં થાણે પૂર્વના કુંભારવાડામાંરહે છે.

2 જુલાઈએ 23 વર્ષીય પીડિતા રોજ મુજબ કલ્યાણ પશ્ચિમ, કસારા રેલવે ટ્રેકના બાજુથી સુભાષ ચોક, રેલવે હોસ્પિટલ તરફ નોકરી પર જતી હતી. આ રસ્તા પર જૂનો પડતર બંગલો આવેલો છે, જેના ગેટ પાસે આરોપી ઊભો હતો. યુવતીને જોતાં જ તેને પકડીને પડતર જગ્યામાં લઈ ગયો હતો. મોઢું દબાવીને તેની સાથે દુષ્ક્મ કર્યું હતું.

આ પછી યુવતીનો મોબાઈલ લઈને ભાગી ગયો હતો. આ અંગે દ્વિભાષિક થકી ફરિયાદ નોંધ્યા પછી પોલીસે પાંચ ટીમ બનાવી હતી, કલ્યાણ, થાણે, મુંબઈ, નવી મુંબઈ વિસ્તારમાં શોધ ચલાવી હતી. સીસીટીવી ફૂટેજને આધારે 30-35 જણની પૂછપરછ કરી હતી. કલ્યાણ સ્ટેશન વિસ્તારના રિક્ષાચાલકો, દુકાનદારો, વોચમેનની પૂછપરછ કરી હતી, જેને આધારે આરોપી ગુજરાતમાં છુપાયો હોવાની માહિતી મળી હતી, જે પછી ત્યાં જઈને આરોપીને ઝડપી લીધો છે. યુવતીનો મોબાઈલ અને ઓળખપત્ર પણ તેની પાસેથી હસ્તગત કરવામાં આવ્યા છે. વરિષ્ઠોના માર્ગદર્શનમાં દીપક સરોદે, પ્રકાશ પાટીલ, સંજય જગતાપ, મંજુષા શેલાર અને સ્ટાફે આ કામગીરી પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...