• Home
  • Local
  • Mumbai
  • The patient recovered after successful plasma therapy at Sassoon Hosp., Pune

કોરોનાવાઈરસ / પુણેની સાસૂન હોસ્પિટલમાં પ્લાઝમા થેરપી સફળ થતાં દર્દીનો સાજો થયો

The patient recovered after successful plasma therapy at Sassoon Hosp., Pune
X
The patient recovered after successful plasma therapy at Sassoon Hosp., Pune

  • મેડિકલ નિષ્ણાતોની આશા નવપલ્લવિત થવા સાથે કોરોનાના દર્દીઓ માટે આશાનું કિરણ

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:57 AM IST

મુંબઈ. પુણેની સાસૂન હોસ્પિટલમાં પ્લાઝમા થેરપી એક કોરોનાગ્રસ્ત દર્દી પર સફળ થઈ હતી. કોરોના સંક્રમણથી સાજા કરવા માટે મેડિકલ નિષ્ણાતોની આશા નવપલ્લવિત થઈ હતી. પુણેમાં કોરોનાગ્રસ્તો સાથે જ કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં સસૂન હોસ્પિટલે પ્લાઝમા થેરપી દ્વારા કોરોનાના દર્દીઓને આશાનું કિરણ દેખાડ્યું છે. આ થેરપી માટે તમામ પરવાનગીઓ લીધા બાદ દાતાઓની શોધ ચાલુ કરવામાં આવી છે.  

પ્લાઝમા થેરપીને કારણે હાઈ બ્લડપ્રેશર અને મેદસ્વીપણું ધરાવતો કોરોનાનો દર્દી પણ સાજોનરવો થયો છે. ૧૦ અને ૧૧ મેના પ્લાઝમા થેરપી કર્યા બાદ કોરોનાના દર્દીને કોરોના વોર્ડમાંથી ખસેડવામાં આવ્યો છે. પ્લાઝમા થેરપી થયા બાદ પંદર દિવસે સંબંધિત દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આઈસીયુમાંથી અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં એને ઘરે જવાની રજા આપવામાં આવશે એમ પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે. દરમિયાન સસૂનના તમામ ડોકટરો અને નર્સોને પ્રશાસને અભિનંદન આપ્યા હતા. 
સનદી અધિકારીને પ્લાઝમા થેરપી
મંત્રાલયના એક વિભાગની આઈએએસ મહિલા અધિકારીને કોરોનાનું સંક્રમણ થતા તબિયત ગંભીર છે અને એને પ્લાઝમા થેરપી આપવામાં આવી છે. પ્લાઝમા થેરપી આપેલ આ ચોથો દર્દી છે. બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ૧૬ મેના આ મહિલા અધિકારીને પ્લાઝમા થેરપી આપવામાં આવી હતી. જોકે હવે તેમની તબિયત વિશે વધુ માહિતી આપવા હોસ્પિટલ પ્રશાસને નકાર આપ્યો છે. મુંબઈમાં સૌ પ્રથમ પ્લાઝમા થેરપી લીલાવતી હોસ્પિટલમાં ૫૩ વર્ષની વ્યક્તિને આપવામાં આવી હતી. એ પછી બે દિવસમાં જ એનું મૃત્યુ થવાથી આ સારવાર પદ્ધતિ બાબતે અનેક ચર્ચા શરૂ થઈ હતી. પ્લાઝમા થેરપી આપવા ઈંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે અત્યારે ૮ હોસ્પિટલોને પરવાનગી આપી છે જેમાં નાયર, કસ્તુરબા અને એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનો સમાવેશ છે. 
નાયરમાં ૨ દર્દી પર સફળ સારવાર
નાયર હોસ્પિટલમાં અત્યાર સુધી ૩૫ થી ૪૦ વર્ષની વયજૂથના બે દર્દીઓને પણ પ્લાઝમા થેરપી આપવામાં આવી છે. એ પછી બંને દર્દીઓની તબિયતમાં સુધારો થયો છે. એમાંથી એક દર્દીને હવે ઘરે જવાની રજા આપવામાં આવશે એવી માહિતી નાયર હોસ્પિટલના ડીન ડોકટર મોહન જોશીએ આપી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી