તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સાત સ્ટેશન વચ્ચે માઈક્રો ટનલિંગ દ્વારા પર્જન્ય પાઈપલાઈન તૈયાર થઈ રહી છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જુદા જુદા સ્ટેશન વચ્ચે વરસાદનું પાણી ભરાઈ જવાથી દર વર્ષે લોકલ સેવા ઠપ્પ થાય છે. એના પર એક અદ્યતન ઈલાજ અધિકારીઓએ શોધ્યો છે. એ અનુસાર સાત સ્ટેશન વચ્ચે માઈક્રો ટનલિંગ કરવામાં આવશે જેના દ્વારા પર્જન્ય પાઈપલાઈન તૈયાર કરવામાં આવી રહી છે. એમાં અત્યાર સુધી સૌથી લાંબી માઈક્રો ટનલિંગ સેંડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક કરવામાં આવશે.

દર વર્ષે ચોમાસામાં પાટા પર પાણી ભરાઈ જાય છે અને લોકલ બંધ પડે છે એવો મુંબઈગરાઓને અનુભવ છે. હવે તો પહેલા વરસાદમાં તો ઠીક છે પણ ચોમાસા પૂર્વ વરસાદમાં પણ પાટા પર પાણી ભરાઈ જતા હોવાથી લોકલ બંધ પડે છે. આ સમસ્યા ઉકેલવા રેલવે અને મુંબઈ મહાપાલિકા તરફથી અનેક ઉપાયયોજનાઓ કરવામાં આવી પણ એનો કોઈ ફાયદો થયો નથી. જોકે મધ્ય રેલવેને પાણી ભરાઈ ન જાય એ માટે રામબાણ ઈલાજ મળ્યો છે એમ જણાવવું પડશે.

ક્યાં થશે આ પ્રકલ્પ?
મધ્ય અને પશ્ચિમ રેલવેના કેટલાક સ્ટેશનોમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે. તેથી રેલવે અને મુંબઈ મહાપાલિકા મળીને માઈક્રો ટનલિંગ પ્રકલ્પ કરી રહ્યા છે. એમાંથી સેંડહર્સ્ટ રોડ અને મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચે માઈક્રો ટનલિંગનું કામ પૂરું થવામાં છે. આગામી સમયમાં કુર્લા, સાયન, બાન્દરા, નાલાસોપારા, વસઈ સ્ટેશન વચ્ચે પણ આવો જ પ્રકલ્પ કરવામાં આવશે. એના પછી મુંબઈ લોકલ વરસાદમાં પણ ઠપ્પ નહીં થાય એવો દાવો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...