તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પુણે અગ્નિકાંડમાં કંપનીના માલિકની ધરપકડ કરાઈ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિકુંજ શાહને કોર્ટમાં હાજર કરાતાં 13 જૂન સુધી રિમાંડ

પુણેમાં મુળશી તાલુકાના ઉરવડે એમઆઈડીસીની એસવીએસ કેમિકલ કંપનીમાં લાગલી આગમાં 18 કામગારોનાં મોત થયાં હતાં. મૃતકમાં 15 મહિલા કામગારનો સમાવેશ થતો હતો. આ આગ માટે જવાબદાર કંપનીની માલિક નિકુંજ શાહની પુણે ગ્રામીણ પોલીસે ધરપકડ કરી છે. તેને બુધવારે શિવાજીનગર જિલ્લા કોર્ટમાં હાજર કરાતાં 13 જૂન સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.કંપનીના માલિકીની બેદરકારીને લીધે આ દુર્ઘટના બની હોવાનું પોલીસન પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

તપાસ પુણે ગ્રામીણના એસપી ડો. અભિનવ દેશમુખે કરી હતી. આ પછી શાહ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાંઆવ્યો હતો. પૌડ પોલીસ સ્ટેશનના પીઆઈ અશોક ધુમાળ આ પ્રકરણની વધુ તપાસ કરી રહ્યા છે.મૃતદેહ ચાર દિવસ પછી મળશે : જિલ્લાધિકારી રાજેશ દેશમુખે જણાવ્યું કે ડીએનએ તપાસ માટે મંગળવારે સાંજ પછી બધા સંબંધીઓના લોહીના નમૂના લેવાયા હતા. બુધવારે તે નમૂના ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. તેનો અહેવાલ શનિવારે રાત્રે અથવા રવિવારે સવારે મળશે, જે પછી મૃતદેહો સંબંધિતોને સોંપવામાં આવશે.

આ ઘટનાની પ્રાથમિક તપાસનો અહેવાલ રાત્રે મોડેથી પ્રાપ્ત થયો હોઈ તે અનુસાર ડો. રાજેશ દેશમુખને કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.મૃતકના સંબંધીઓને સહાય : પુણેના પાલક મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે જણાવ્યું કેમિકલ કંપનીને લાગેલી આગમાં કામગારોનાં મૃત્યુ થયાં તે બહુ જ દુર્દેવી છે. ફાયર બ્રિગેડે આગ બુઝાવવા માટે, બચાવ માટે ભારે જહેમત લીધી હતી, પરંતુ આગ એટલી ભયાનક હતી કે તેઓ કોઈને બચાવી શક્યા નહીં. મૃતકના કુટુંબીઓને રાજ્ય સરકાર તરફથી પ્રત્યેકી રૂ. 5 લાખની મદદ અપાશે.

અન્ય સમાચારો પણ છે...