તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ હાઈકોર્ટમાં અરજી:કોવિડથી મૃત્યુ થયેલા પાઈલટોની ભરપાઈ માટે સંગઠન કોર્ટમાં ગયું

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ~ 10 કરોડની સહાય માટે સરકારને નિર્દેશ આપવા હાઈ કોર્ટમાં અરજી

કોવિડ-19થી મૃત્યુ પામેલા અથવા તેનાથી સંક્રમિત પાઈલટો માટે પૂરતી ભરપાઈ આપવા યોજના બનાવવા, રોગ સામે રસીમાં અગ્રતા આપવા અને મહામારી દરમિયાન કામકાજ કરનાર માટે વીમા રક્ષણ આપવાની માગણી સાથે ભારતીય પાઈલટોના સંગઠને મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ દ્વારા પાઈલટોને એસેન્શિયલ સેવાઓમાં ગણવા અને કોવિડથી મૃત્યુ પામેલા પાઈલટોના પરિવારને રૂ. 10 કરોડની એક્સ- ગ્રેશિયા રકમ આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા 7 જૂને અરજી કરવામાં આવી છે.

જાહેર હિત અરજી અનુસાર ફેબ્રુઆરી 2021થી 13 પાઈલટ કોવિડ-19નો ભોગ બન્યા છે. માર્ચ 2020થી બધી એરલાઈન્સ અને પાઈલટો અન્ય દેશોમાં અટવાઈ ગયેલા ભારતીય નાગરિકોને પાછા વતનમાં લાવવા અને આ વર્ષે મહામારીની બીજી લહેર દરમિયાન તબીબી પુરવઠાઓનું હવાઈ પરિવહન કરવા માટે પણ વંદે ભારત અને અન્ય ફ્લાઈટ ચલાવવા માટે મહેનતથી કામ કરી રહ્યાં છે.

આવા સમયે અનેક પાઈલટો સંક્રમિત થયા છે અને ઘણા બધાએ જીવ ગુમાવ્યો છે. અનેક પાઈલટોને કોવિડ પછીની અસરને લીધે કાયમી અથવા હંગામી વિકલાંગતાનું જોખમ ઊભી થયું છે. પાઈલટોએ તેમની અંગત અને પરિવારની સુરક્ષાના પૂરતા જોખમ સાથે મહામારી દરમિયાન ફ્લઈટો ચલાવી છે. આમ છતાં ઘણા બધા પાઈલટોને 2020ના આરંભથી પગારકાપનો સામનો કરવો પડી રહ્યો છે, એમ પણ અરજીમાં જણાવવામાં આવ્યું છે.

અરજદાર અને ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડ દ્વારા પાઈલટોને ફ્રન્ટલાઈન કર્મચારી જાહેર કરવા અને રસી માટે અગ્રતા આપવા કેન્દ્ર પાસે પ્રતિનિધિત્વ કર્યું છે. જોકે આજ સુધી કોઈ યોજનાનો લાભ અપાયો નથી, એમ પણ અરજીમાં જણાવાયું છે.

બધા પાઈલટ માટે વીમા યોજનાની માગ
જાહેર હિત અરજીમાં કેન્દ્રને બધા પાઈલટો માટે વ્યાપક વીમા યોજના ઘડી કાઢવા અને રસીમાં અગ્રતા માટે હવાઈ પરિવહન કર્મચારીઓ તરીકે કોવિડના પ્રથમ પ્રતિસાદકર્તાનો અલગ વર્ગ નિર્માણ કરવાની પણ માગણી કરવામાં આવી છે. અરજદાર અને અન્ય એરલાઈન પાઈલટ યુનિયનો કોઈ પણ દુર્ઘટનાઓ માટે તેમની પોતાની વ્યક્તિગત કલ્યાણ યોજનાઓ ધરાવે છે, પરંતુ મોજૂદ મહામારીની સ્થિતિમાં તીવ્રતા કે શક્ય મૃત્યુને તેમાં ધ્યાનમાં લેવાયું નથી. અરજી ટૂંક સમયમાં જ સુનાવણીમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...