દસ્તાવેજ લીક કેસ:દેશમુખના દસ્તાવેજ લીક કેસમાં આદેશથી CBIને કોઈ અસર નહીં

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે દસ્તાવેજ લીક કેસમાં દિલ્હી હાઈ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, વધુ તપાસ અને અવલોકનો માટે સિટી કોર્ટના આદેશથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇને)ને કોઈ અસર થશે નહીં. આ કેસ સંવેદનશીલ માહિતી લીક કરવાના આરોપોથી સંબંધિત છે, જેણે ભ્રષ્ટાચારના કેસમાં તપાસને અસર કરી છે.જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદ ટ્રાયલ કોર્ટના આદેશ સામે દેશમુખની અરજી પર વિચારણા કરી રહ્યા હતા, જે સીબીઆઈને તેમની સામે તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો.

દેશમુખના કેસમાં દલીલ હતી કે સ્પેશિયલ જજ દ્વારા કરાયેલી ટિપ્પણીની સીબીઆઈ પર પ્રતિકૂળ અસર ન થવી જોઈએ. વધુમાં, દેશમુખના જણાવ્યા મુજબ, ટ્રાયલ કોર્ટના આદેશે એવી છાપ પાડી હતી કે સીબીઆઈને તેમને કેસમાં ફસાવવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું, સિટી કોર્ટના વધુ તપાસના આદેશ અને કરવામાં આવેલા અવલોકનોથી સીબીઆઈ જેવી વિશેષ તપાસ એજન્સીને કોઈ અસર થશે નહીં. તે સ્પષ્ટ છે કે સીબીઆઈ સ્વતંત્ર રીતે કાર્ય કરશે. અરજદાર આ તબક્કે અરજી પર દબાણ નથી કરી રહ્યું.

તે મુજબ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે સીબીઆઈના સબ-ઈન્સ્પેક્ટર અભિષેક તિવારી, દેશમુખના વકીલ આનંદ દિલીપ ડાગા અને અન્ય અજાણ્યાઓ વિરુદ્ધ કેસમાં સંજ્ઞાન લીધું હતું. કોર્ટે કહ્યું કે સીબીઆઈએ એંજિનને છોડી દીધા છે જેણે વાહન ખેંચ્યું હતું. ત્યાર બાદ દેશમુખ સામે વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ગુરૂવારે સુનાવણી દરમિયાન દેશમુખ તરફથી હાજર રહેલા એડવોકેટ વિક્રમ ચૌધરીએ કહ્યું હતું કે વિશેષ ન્યાયાધીશ “સીબીઆઈના મોંમાં શબ્દો મૂકી શકતા નથી, અને જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તપાસ એજન્સીને દેશમુખ સામે પગલાં લેવાનો નિર્દેશ આપવા સમાન છે.જજે શા માટે કહેવું જોઈએ કે તમે કોઈને છોડી દીધા છે? જ્યારે કોઈ પુરાવા મળ્યા નથી.

આ સાબિતી છે કે મને ફસાવી શકાય છે,” ચૌધરીએ દલીલો કરતા કહ્યું હતું. જોકે ઉપરોક્ત દલીલ સાથે સહમત ન થતાં કોર્ટે કહ્યું કે ન્યાયાધીશે અયોગ્ય આદેશમાં વધુ તપાસ માટે માત્ર કારણો આપ્યા છે. બીજી તરફ, સીબીઆઈ તરફથી હાજર રહેલા નિખિલ ગોયલે જણાવ્યું હતું કે, વિશેષ ન્યાયાધીશે ટીપ્પણી કરી હતી તેના ઘણા સમય પહેલા જ એજન્સીએ આરોપી વ્યક્તિઓ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરેલી જામીન અરજીનો જવાબ આપ્યો હતો કે,એજન્સીએ તરત જ આ મામલાને અસ્પષ્ટ આદેશ પછી આગળ ધપાવ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...