તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંતસિંહ મૃત્યુ પ્રકરણ:આદિત્ય પર આરોપ કરનારને મોટી કિંમત ચૂકવવી પડશેઃ રાઉત

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંતસિંહના મૃત્યુ પ્રકરણમાં આદિત્ય ઠાકરે પર આરોપ કરનારને મોટી કિંમત ચૂકવવી પડશે, એવો જાહેર ઈશારો બુધવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યો હતો. મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આવી હોવાથી કેટલાક લોકોના પેટમાં દુખે છે. આથી હતાશામાં આવા ગંદા આરોપ કરી રહ્યા છે.

આદિત્ય ઠાકરેનો આ બધા સાથે કોઈ સંબંધ નથી. મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આવવાથી વિરોધી પક્ષના અમુક લોકોના પેટમાં દુખે છે. તેઓ અસ્વસ્થ છે. આ સરકાર હજુ ખૂંચી રહી છે તેવા લોકો હતાશામાં આ ગંદા આરોપ કરી રહ્યા છે. મને તો આખા મહારાષ્ટ્ર વિરુદ્ધ આ કાવતરું હોવાની શંકા છે. તેની પાછળના સૂત્રધાર અમને ખબર છે. તેમને બધાને આ કાવતરાની મોટી કિંમત ચૂકવવી પડશે, એમ હું જાહેર રીતે કહું છું, એમ રાઉતે જણાવ્યું હતું.

આદિત્ય ઠાકરેએ મંગળવારે પહેલી જ વાર મોઢું ખોલ્યું હતું
સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી તેના આગલા દિવસે 13 જૂને તેના ઘરે પાર્ટી હતી, જેમાં એક રાજકારણી પણ હતો. સુશાંત દિશા સાલિયનના મૃત્યુનું કારણ જાણતો હતો. આથી તેની પર દબાણ લાવવામાં આવતું હતું. એક રાજકારણી અને કેટલીક ફિલ્મી હસ્તીઓને બચાવવા માટે સુશાંત પર દબાણ લાવવામાં આવતું હતું. આથી તે આત્મહત્યા કરવા પ્રેરાયો હતો એવો આરોપ છેલ્લા થોડા દિવસથી થઈ રહ્યા છે. આ પછી આદિત્ય ઠાકરેએ મંગળવારે પહેલી જ વાર મોઢું ખોલ્યું હતું. આ પ્રકરણ સાથે મને કે ઠાકરે પરિવારને કોઈ સંબંધ નથી. મહારાષ્ટ્ર સરકારની સફળતા અનેકને ખૂંચી રહી હોવાથી આ રીતે કાદવઉછાળ કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...