ટાઈગર પ્રોજેક્ટ:મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યા વધીને 312 જેટલી થઈ

મુંબઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રપુર જિલ્લામાં વાઘની સંખ્યા સૌથી વધુ હોવાનું તારણ

તાજેતરના સમયમાં મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયોછે. રાજ્યમાં હાલમાં 312 વાઘ છે. ચંદ્રપુર જિલ્લામાં સૌથી વધુ વાઘ છે. આ વિસ્તારમાં માનવ- વન્યજીવ સંઘર્ષની ઘટનાઓમાં પણ તે સાથે વધારો થયો છે. આ સંઘર્ષ ઓછો કરવા માટે તાડોબા- અંધારી ટાઈગર પ્રોજેક્ટ ક્ષેત્ર વધારવાની જરૂર છે. આ દષ્ટિથી આસપાસનાં બે ગામનું પુનર્વસન કરવા માટે તુરંત પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્દેશ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યો છે. તેમના સત્તાવાર નિવાસસ્થાને વન વિભાગની બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં વાઘની સંખ્યા ઓર વધશે એવું ધારીને હમણાંથી જ તેની પર માર્ગ કાઢવો, ઉપાયયોજના કરવાનું જરૂરી છે. તો જ આપણે આગામી સમયમાં સંઘર્ષ ટાળી શકીશું. તે માટે ટાઈગર પ્રોજેક્ટ અથવા અભયારણ્યાનાં નજીકનાં ગામોનું આવશ્યકતા અનુસાર પુનર્વસન કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ગામવાસીઓને રોકડમાં નુકસાન ભરપાઈ આપવી એવી સૂચના તેમણે આ સમયે આપી હતી.

અન્ય કામોને પણ કયાસ મેળવાયો
રાજ્યમાં સંરક્ષિત ક્ષેત્ર અને વન્યજીવ વ્યવસ્થાપન, ટાઈગર પ્રિઝર્વેશન, રાજ્યના અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો વિકાસ, મેન્ગ્રોવ્ઝનું સંરક્ષણ અને ઉપજીવિકા યોજના, ચોમાસામાં વૃક્ષોરોપણ, હવાઈ બીજ વાવણી, સામાજિક વનીકરણ, વૈકસ્પિક વનીકરણ ભંડોળ વ્યવસ્થાપન પ્રાધિકરણ વગેરે કામોનો કયાસ તેમણે આ સમયે મેળવ્યો હતો. વન વિભાગના મુખ્ય સચિવ મિલિંદ મ્હૈસકરે વિભાગનાં કામોનું પ્રસ્તુતિકરણ કર્યું હતું.

નૈસર્ગિક સ્થળોનો વિકાસ કરો પર્યટકોને આકર્ષિત કરી શકે તેવાં સ્થળો પસંદ કરીને તેમાં નિસર્ગમાં વધારો થાય અને તે દેખાય એવાં સ્થળોનો વિકાસ કરવો અને ત્યાં જંગલનો અનુભવ થવો જોઈએ. ખુલ્લા કૂવાઓમાં વાઘ અને અન્ય પ્રાણીઓ પડીને તેમનાં મૃત્યુ થવાની ઘટનાઓ તાજેતરના સમયમાં વધી છે. આવી ઘટનાઓ રોકવા માટે તે વિસ્તારના કૂવાઓ પર સંરક્ષણ દીવાલ બાંધવી અને અન્ય ઉપાયયોજના કરવામાં આવે એવા નિર્દેશ પણ તેમણે આ સમયે આપ્યા હતા.

તાડોબા ટાઈગર પ્રોજેક્ટ વધારો
તાડોબા ટાઈગર પ્રોજેક્ટ વધારવાની જરૂર છે. તાજેતરના સમયમાં નવેસરથી ઘોષિત થયેલા ત્રણ સંવર્ધન અનામત ક્ષેત્રનો વટહુકમ આવવાનો બાકી છે. તેનું ફોલો-અપ કરવું અને વટહુકમ જારી કરવો. કૂવામાં પડીને વાઘનાં થતાં મૃત્યુ રોકવા માટે ઉપાયયોજના કરવી, એમ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ આ સમયે નિર્દેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...