અકસ્માતમાં વધારો:પ્રતિબંધો હળવા થતા જ રેલવે અકસ્માતની સંખ્યામાં વધારો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2021માં કુલ 1300 મૃત્યુઃ પાટા ઓળંગતા 1114 જણના મૃત્યુ થયા છે

પ્રતિબંધો હળવા થતા જ મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય હદમાં પ્રવાસીઓની ગિરદી વધતા ફરીથી જીવલેણ પ્રવાસ શરૂ થયો છે. 2021માં વિવિધ રેલવે અકસ્માતમાં લગભગ 1300 પ્રવાસીઓના મૃત્યુ થયા છે. રેલવે પાટા ઓળંગતા લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી અને લોકલમાંથી પડી જતા અકસ્માતમાં મોટો વધારો થયો છે. ટ્રેનની ટક્કરથી 1 હજાર 114 જણના મૃત્યુ થયા છે. લોકલ કે મેલ-એક્સપ્રેસમાંથી પડી જવાથી 277 જણના મૃત્યુ થયા હોવાની માહિતી રેલવે પોલીસ આયુક્ત કાર્યાલયમાંથી આપવામાં આવી હતી. 2020ની સરખામણીએ લગભગ 300 અકસ્માત વધ્યા છે.

માર્ચ 2020ના અંતમાં કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયો અને ઉપનગરીય રેલવે બંધ થઈ. મેલ-એક્સપ્રેસમાંથી શ્રમિકોને જ પ્રવાસની પરવાનગી આપવામાં આવી હતી. જૂન 2020થી લોકલ અત્યાવશ્યક સેવા કર્મચારીઓ માટે શરૂ થઈ. એ પછી પરિસ્થિતિ અનુસાર લોકલ અને એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. તેથી 2020માં મુંબઈ ઉપનગરીય રેલવે માર્ગમાં અકસ્માત થોડા ઓછા થયા હતા.

2020માં પાટા ઓળંગતા 730 જણના મૃત્યુ પામ્યા અને 129 જખમી થયા. લોકલ અને એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી જતા 177 જણ મૃત્યુ પામ્યા અને 361 જણ જખમી થયા હતા. એનાથી ઉલટુ 2021માં અકસ્માતોમાં મોટો વધારો થયો ગયા વર્ષે પાટા ઓળંગતા લોકલ અને એક્સપ્રેસની ટક્કર લાગતા 1 હજાર 114 જણના મૃત્યુ થયા હતા. એમાં 748 મધ્ય રેલવે અને બાકીના પશ્ચિમ રેલવેમાં થયા હતા. 176 જણ જખમી થયાની નોંધ છે. લોકલ અને એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી જતા 277 જણે જીવ ગુમાવ્યો હતો અને 442 જખમી થયા હતા. રેલવેના થાંભલા સાથે ટકરાવાથી 6 જણના મૃત્યુ અને 17 જણ જખમી થયા હતા.

આત્મહત્યાની ઘટનામાં વધારો
મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગમાં આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. 2020માં 27 જણે રેલવે ટ્રેન સામે ઊભા રહીને આત્મહત્યા કરી હતી. ગયા વર્ષે આ આંકડો 54 થયો હતો. મધ્ય રેલવેની હદમાં 41 અને પશ્ચિમ રેલવેમાં 13 ઘટનાની નોંધ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...