• Home
  • Local
  • Mumbai
  • The number of patients will be less after mid June, with 61.2 per cent of the total number of patients in the state in Mumbai

કોરોનાવાઈરસ / જૂનના મધ્ય પછી દર્દીઓની સંખ્યા ઓછી થશે, રાજ્યની કુલ સંખ્યાના 61.2 ટકા દર્દી મુંબઈમાં

The number of patients will be less after mid-June, with 61.2 per cent of the total number of patients in the state in Mumbai
X
The number of patients will be less after mid-June, with 61.2 per cent of the total number of patients in the state in Mumbai

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:57 AM IST

મુંબઈ. બે મહિના પૂર્વે 11 માર્ચે મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા ફક્ત બે હતી, જે સંખ્યા બે મહિનામાં 25,000થી વધુ થઈ ગઈ છે. રાજ્યની કુલ સંખ્યાના 61.2 ટકા દર્દી મુંબઈમાં છે. મુંબઈમાં મૃત્યુ દર 3.45 ટકા 21 મે સુધી 882નાં મોત થયાં હતાં. જોકે સંબંધિત અધિકારીઓ જૂનના મધ્ય ભાગ પછી આ સંખ્યા ઓછી થશે એમ જણાવી રહ્યા છે. મુંબઈમાં પ્રથમ 10 દરદી 20 દિવસમાં નોંધાયા હતા. 11 માર્ચથી 31 માર્ચ વચ્ચે મુંબઈએ 100 દરદીનો આંક પાર કર્યો. આ પછી 10 દિવસે 10 એપ્રિલે મુંબઈમાં આ આંકડો 1000 ઉપર પહોંચ્યો. 26 દિવસ પછી 6 મેએ 10,000, 17 મેએ 20,000 અને 21 મેએ તે 25,317 થઈ ગયો છે.આ વધતી સંખ્યા અપેક્ષિત હતી. બીજા દેશોમાં શું સ્થિતિ હતી તેનો અમે અભ્યાસ શરૂ કર્યો છે.
નવા કમિશનર ઈકબાલ સિંહ ચહલે 8 મેએ પદભાર સંભાળ્યો
9 માર્ચે રાજ્યમાં કોરોનાનો પ્રથમ દરદી મળી આવ્યો હતો. ત્યાં સુધી ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, ઈરાનમાં તે ફેલાવાનું શરૂ થયું હતું. આથી મુંબઈમાં સંખ્યા વધવાનું અપેક્ષિત જ હતું. આથી કેન્દ્ર સરકાર પૂર્વે જ મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન જાહેર કરી દીધું હતું, એમ રાજ્યના નિરીક્ષણ અધિકારી પ્રદીપ આવટેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. મહાપાલિકાના નવા કમિશનર ઈકબાલ સિંહ ચહલે 8 મેએ પદભાર સંભાળ્યો. મે આખર સુધી મુંબઈમાં 45-46,000 સુધી દરદીઓની સંખ્યા પહોંચી શકે છે એવો અંદાજ તેમણે વ્યક્ત કર્યો છે. પ્રદીપ આવટેએ ચીનનો દાખલો આપતાં જણાવ્યું કે લોકડાઉન જાહેર કર્યા પછી ચીનમાં 72 દિવસે દરદીઓની સંખ્યા ઓછી થવાનું શરૂ થયું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી