તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:૬૧થી ૮૦ વયજૂથમાં દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો, ૭ મે સુધી ૬૧થી ૮૦ વયજૂથના ૧૮૧૧ દર્દીઓની નોંધ થઈ

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થયેલાઓમાં ૩૮ ટકા આ વયજૂથમાં

રાજ્યમાં ૨૧ થી ૪૦ વયજૂથના દર્દીઓની સંખ્યા વધારે છે પણ સંક્રમણનો ફેલાવો વધવાથી છેલ્લા પંદર દિવસોમાં જોખમવાળા આવા ૬૧થી ૮૦ વર્ષની વયજૂથના દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણી ઝડપથી વધારો થયો છે. રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુઓમાંથી ૩૮ ટકા મૃત્યુ આ વયજૂથમાં થયા છે. મેડિકલ શિક્ષણ વિભાગના અહેવાલ અનુસાર રાજ્યમાં ગુરુવાર ૭ મે સુધી ૬૧થી ૮૦ વયજૂથના ૧૮૧૧ દર્દીઓની નોંધ થઈ છે. પંદર દિવસ પહેલાં આ સંખ્યા ૫૮૮ હતી. કુલ દર્દીઓની સંખ્યા જ પંદર દિવસમાં ૫ હજાર પરથી વધીને લગભગ ૧૫ હજાર પર પહોંચી છે. 
૮૦થી ૯૦ વર્ષના વયજૂથમાં દર્દીઓની સંખ્યા પંદર દિવસમાં ૩૭ પરથી ૧૨૨ પર પહોંચી
એમાં ૨૧ થી ૪૦ વર્ષની વયજૂથના દર્દીઓની સંખ્યા વધારે છે. તેમાંથી ૫૭ ટકા દર્દીઓમાં કોઈ જ લક્ષણો દેખાયા વિના સંક્રમણનો ફેલાવો મોટા પ્રમાણમાં વધ્યો છે. પરિણામે ૬૧ થી ૮૦ વયજૂથની વ્યક્તિઓમાં સંક્રમણ થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ વયજૂથમાં ૨૩૪ જણના મૃત્યુ થયા છે. પંદર દિવસ પહેલાં આ સંખ્યા ૯૭ હતી. ૮૦થી ૯૦ વર્ષના વયજૂથમાં દર્દીઓની સંખ્યા પંદર દિવસમાં ૩૭ પરથી ૧૨૨ પર પહોંચી છે. સારવાર સમયે દસ કરતા વધારે મૃત્યુ થયેલ હોસ્પિટલો સાથે ચર્ચા કરીને અડચણો અને માહિતીનો કયાસ કાઢવાનું કામ અત્યારે થઈ રહ્યું છે. કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર વગેરે રોગોનું નિદાન થઈ રહ્યું હોવાનું જણાયું છે. તેથી આ દર્દીઓ જોખમવાળા વયજૂથમાં છે. બે કે ત્રણ દિવસમાં મૃત્યુ થયેલા દર્દીઓની વધુ વિગતોનો અભ્યાસ ચાલુ હોવાનું ડો. અવિનાશ સુપેએ જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો