તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:રાજ્યમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓની સંખ્યા વધીને 1500

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ બીમારીમાં એક દર્દીને 20 ઈન્જેક્શન આપવા પડે છે, જેની કિંમત ઓછી કરવા માગણી

રાજ્યના કોરોનાના દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહેલો જોવા મળે છે, પરંતુ મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક છે. આવા સંજોગોમં મ્યુકરમાયકોસિસ કે બ્લેક ફંગસ બીમારીએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે. રાજ્યમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓની સંખ્યા વધીને 1500થી વધુ છે એવી માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે આપી હતી. આ બીમારી બાબતે કેન્દ્ર સરકાર પાસે ત્રણ માગણીઓ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે 6 રાજ્યના આરોગ્ય મંત્રીઓની વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક પાર પડી હતી. તે પછી ટોપેએ પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો.રાજમાં હાલ 1500 આસપાસ મ્યુકરમાયકોસિસના દર્દી છે. ડાયાબીટીસમાં જેમને ત્રાસ થાય છે તેમની રોગ પ્રતિકારક શક્તિ વિવિધ કારણોને લીધે ઓછી થાય છે.

ઉપરાંત દર્દીઓના લોહીમાં આયર્ન એટલે કે, ફેરેટિનનું પ્રમાણ વધુ હોય છે. આવા દર્દીઓને મ્યુકરમાયકોસિસનું જોખમ હોય છે.કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં : હાલમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ગ્રાફ ઓછો થઈ રહ્યો છે. જોકે પશ્ચિમ મહારાષ્ટ્રમાં દર્દી વધી રહ્યા છે. કોલ્હાપુર, સાંગલી, સાતારા, મરાઠવાડા, બીડમાં દર્દી વધી રહ્યા છે. આથી સતત સતર્ક રહેવું પડશે. તપાસ ઓછી થતી હોવાનો આરોપ છે. જોકે આજની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મહારાષ્ટ્રની પરિસ્થિતિ સુધરી રહી છે એ સારી બાબત છે.

મહારાષ્ટ્ર તપાસની બાબતમા સારું કામ કરી રહ્યું છે એવી નોંધ કરી છે. બાર કરોડ લોકસંખ્યા ધરાવતા રાજ્યમાં હમણાં સુધી ત્રણ કરોડ તપાસ થઈ છે.રસી આયાત કરવા ગ્લોબલ પોલિસી : દરમિયાન લગભગ બધાં જ રાજ્યના આરોગ્ય મંત્રીઓએ જણાવ્યું કે રસી આયાત કરવા માટે એક વૈશ્વિક પોલિસી હોવી જોઈએ. જો આવું નહીં થાય તે બધાં રાજ્યોમાં સ્પર્ધા શરૂ થશે. તેનો ફાયદો દેશની બહારની કંપનીઓને થશે. આ અનહેલ્ધી પોલિસી નહીં જોઈએ એવી માગણી સર્વ રાજ્યના મુખ્ય મંત્રીઓએ કરી છે.

કેન્દ્ર સરકાર પાસે મહત્ત્વની માગણીઓ
આવા સમયે મહારાષ્ટ્રમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓની વધતી સંખ્યા ધ્યાનમાં લેતાં એમ્ફોટેરેસિન બી ઈન્જેકશનનો ક્વોટા વધારી આપવો જોઈએ. આ જ રીતે આ ઈન્જેક્શનની નિર્મિતી કરનારી કંપનીઓને ઉત્પાદન વધારવા આદેશ આપવો જોઈએ. એમ્ફોટેરેસિન બી ઈન્જેકશનની કિંમત રૂ. 6000 આસપાસ છે. એક દર્દીને 20-20 ઈન્જેકશન આપવાં પડે છે. આવા સમયે ઈન્જેકશનની કિંમત ઓછી કરવી એવી આગ્રહભરી માગણી ટોપેએ કેન્દ્ર પાસે કરી છે. આ સાથે મ્યુકરમાયકોસિસ કે કાળી ફૂગીની બીમારી બાબતે જનજાગૃતિની જરૂર છે. કાળી ફૂગી પર પ્રતિબંધાત્મક ઉપાય કરવો જોઈએ. આ માટે જનજાગૃતિ કરવાનું જરૂરી છે.

20 લાખ રસીની તુરંત જરૂર
દરમિયાન ટોપેએ કેન્દ્રીય મંત્રીને જણાવ્યું કે મહારાષ્ટ્રને 20 લાખ રસીની તુરંત જરૂર છે. કેન્દ્રએ છ લાખ રસી મોકલી છે. અમે 3 લાખ ખરીદી કરી હોવાથી કુલ 9 લાખ રસી અમે હવે 44 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ અમને કેન્દ્રએ તુરંત 20 લાખ રસી આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...