દર્દીઓના પ્રમાણમાં ઘટાડો:છેલ્લા 1 વર્ષમાં HIV ગ્રસ્તોની સંખ્યામાં અડધાથી વધુ ઘટાડો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બધું નિયમિત થતું હોવાથી ટેસ્ટની સંખ્યા વધારાય એવી શક્યતા

કોરોનાના રોગચાળાની અસર મુંબઈમાં એચઆઈવી ગ્રસ્તોના નિદાન પર પણ થઈ છે. છેલ્લા એક વર્ષમાં આ દર્દીઓના નિદાનનું પ્રમાણ લગભગ અડધાથી ઓછું થયું છે. તેમ જ એન્ટિરેટ્રોવાયરલ (એઆરટી) સેંટરમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ થોડા પ્રમાણમાં ઓછી થઈ છે. રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો પછી તમામ આરોગ્ય વ્યવસ્થા કોરોનાકેન્દ્રી થવાનો ફટકો અન્ય આરોગ્ય સેવાઓને પડ્યો છે. એમાં એચઆઈવીગ્રસ્તોનો પણ સમાવેશ છે. મુંબઈમાં એપ્રિલ 2020થા માર્ચ 2021ના સમયગાળામાં એચઆઈવી ટેસ્ટ અને નવેસરથી નિદાન થનારા દર્દીઓના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે.

મુંબઈમાં 2018-19માં 4,68,000 ટેસ્ટ કરવામાં આવી હતી જેમાં 4964 દર્દીઓનું નિદાન નવેસરથી થયું હતું. 2019-20ના સમયગાળામાં ટેસ્ટની સંખ્યામાં વધારો થતા 4,73,000 ટેસ્ટ કરવામાં આવી જેમાં 4473 દર્દીઓ મળ્યા. એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન ટેસ્ટ સંખ્યા 2,63,000 જેટલી ઓછી થઈ અને નવેસરથી નિદાન થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈને આ આંકડો 2063 જેટલો ઓછો થયો છે. મુંબઈમાં મોટા પ્રમાણમાં એચઆઈવી ગ્રસ્તોનું નિદાન અન્ય સારવાર માટે હોસ્પિટલમાં આવેલા દર્દીઓનું થાય છે.

ફરી ટેસ્ટની સંખ્યા વધારાય એવી શક્યતા
કોરોનાના સમયમાં એચઆઈવી ગ્રસ્તો માટે આવેલી ઈંટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેંટર (આઈસીટીસી) પૂર્ણપણે ખુલ્લી હતી. ત્યાં અમે ટેસ્ટ પર ભાર મૂક્યો. પણ લોકડાઉનના લીધે આવતા દર્દીઓની સંખ્યા સરખામણીએ ઓછી હતી. હવે બધું નિયમિત થઈ રહ્યું હોવાથી દર્દીઓની ગિરદી હોસ્પિટલોમાં વધી રહી છે. તેથી ફરીથી ટેસ્ટની સંખ્યા વધારવામાં આવે એવી શક્યતા હોવાનો મત આચાર્યએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...