તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેલ્ટા વેરિયન્ટ:ડેલ્ટા પ્લસના દર્દીઓની સંખ્યા મુંબઈમાં સાત પર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 20 દર્દી સાથે રાજ્યભરમાં 65 ડેલ્ટા પ્લસના દર્દી

કોરોના પ્રતિબંધ અને નિયંત્રણ ઉપાયયોજનાનું અવિભાજ્ય અંગ તરીકે કોરોનાવાઈરસનું જિનોમિક સિક્વેન્સિંગ (જનુકીય ક્રમનિર્ધારણ) નિયમિત સ્વરૂપે કરવામાં આવી રહ્યું છે.સીએસઆઈઆર આઈજીઆઈબી પ્રયોગશાળાએ વધુ 20 ડેલ્ટા પ્લસના દર્દી શોધી કાઢ્યા હોઈ રાજ્યમાં હવે આ નવા પ્રકારના વાઈરસની દર્દીની સંખ્યા 65 થઈ છે.નવેસરથી મળી આવેલા 20 દર્દીમાં મુંબઈમાં 7, પુણેમાં 3, નાંદેડ, ગોંદિયા, રાયગડ, પાલઘરમાં પ્રત્યેકી 2, ચંદ્રપુર અને અકોલામાં પ્રત્યેકી 1 દર્દી મળી આવ્યા છે.

આ સાથે મુંબઈમાં દર્દીઓની સંખ્યા 11 પર પહોંચી છે. જલગામમાં સૌથી વધુ 13, રત્નાગિરિમાં 12 દર્દી છે. થાણે, પુણેમાં 6-6 છે. પાલઘરમાં 3, નાંદેડ, ગોંદિયા, રાયગડમાં પ્રત્યેકી 2, ચંદ્રપુર, અકોલા, સિંધુદુર્ગ, સાંગલી, નંદુરબાર, ઔરંગાબાદ, કોલ્હાપુર, બીડમાં પ્રત્યેકી 1 દર્દી છે. કુલ 65 દર્દીમાં 33 સ્ત્રી અને 32 પુરુષનો સમાવેશ થાય છે.19-45 વયવર્ષના 33, 46-60 વયવર્ષના 17 અને 18થી નીચે 8 અને 60થી વધુ 8 દર્દી છે. રાજ્યમાં જિનોમિક સિક્વેન્સિંગમાં 80 ટકાથી વધુ નમૂનામાં ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...