તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લોકલમાં કેમેરા અને પેનિક બટનની સંખ્યા વધારાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓને તુરંત મદદ મેળવવાનું શક્ય બનશે

આપ્તકાલીન પરિસ્થિતિમાં પ્રવાસીઓને તત્કાળ મદદ મળે, ખાસ કરીને મહિલા પ્રવાસીઓની સુરક્ષા વધુ સઘન થાય એ ઉદ્દેશથી રેલવે પ્રશાસને તમામ લોકલના ડબ્બાઓમાં સીસી ટીવી કેમેરા અને પેનિક બટન લગાડવાનું નિયોજન કર્યું. એ અનુસાર હવે સીસી ટીવી કેમેરા અને પેનિક બટનની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી રેલવે સુરક્ષા દળના મહાસંચાલક (આરપીએફ) અરુણ કુમારે આપી હતી.

છેલ્લા થોડા વર્ષોમાં પ્રવાસીઓ પર ચોરીના ઉદ્દેશથી હુમલાઓ થવાની ઘટનાઓ બની છે. મહિલા પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન સપાટી પર આવ્યો હોવાથી મહિલા ડબ્બામાં પોલીસ તૈનાત હોય છે. પણ આ સુરક્ષા વ્યવસ્થામાં સીસી ટીવી કેમેરા અને પેનિક બટનની સુવિધા ઉમેરવાનો નિર્ણય થોડા વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો. એમાં તમામ લોકલના ડબ્બાઓમાં કેમેરા લગાડતા મહિલા ડબ્બામાં પેનિક બટન લગાડવામાં આવનાર હતું. પણ એ કામ રખડી પડ્યું. હવે આ કામ ઝડપથી કરવામાં આવી રહ્યાનું અરુણ કુમારે જણાવ્યું હતું.

અત્યારે મધ્ય રેલવેની સાત લોકલ ટ્રેનના મહિલા ડબ્બાઓમાં પેનિક બટન લગાડવામાં આવ્યા છે અને વધુ 144 ટ્રેનના કામ માટે વર્ક ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેની લોકલના 87 મહિલા ડબ્બાઓમાં પેનિક બટન લગાડવામાં આવ્યું છે. ઉપરાંત વધુ 27 ડબ્બાઓમાં એ લગાડવામાં આવશે. 197 ડબ્બાઓમાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. એમાં 139 મહિલા ડબ્બાઓનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...