તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચેમ્બુરમાં ભાડાનું ઘર લઈ નોટ છાપનારો ઝડપાઈ ગયો

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

કોરોનાને કારણે કામધંધો બંધ થતાં અને માથ મોટું દેવું થતાં એક શખસે ચેમ્બુરમાં ભાડાનું ઘર લઈને તેમાં ચલણી નોટો છાપીને વટાવવાનું શરૂ કર્યું હતું. જોકે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતાં આ કૌભાંડનો પર્દાફાશ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહંમદ ફકિયાન અય્યુબ ખાન (35) ચેમ્બુરનો જ રહેવાસી છે. આરોપી નોટ વટાવવા આવવાનો છે એવી માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની એન્ટોપ હિલ શાખાના પ્રભારી પીઆઈ નિનાદ સાવંત અને ટીમ દ્વારા મંગળવારે રાત્રે છટકું ગોઠવીને આરોપીને ઝડપી લેવાયો હતો.

આરોપી પાસેથી રૂ. 500, રૂ. 200, રૂ. 100, રૂ. 50ની કુલ 657 મળી રૂ. 55,450ની ચલણી નોટો મળી આવી હતી. આ પછી ઊલટતપાસ લેતાં ઘરમાં આ નોટો છાપતો હોવાનું કબૂલ કર્યું હતું, જેને આધારે તેના ઘરમાં દરોડા પાડતાં રૂ. 500, રૂ. 200, રૂ. 100 અને રૂ. 50ની વધુ 3015 મળી રૂ. 3,43,100 મૂલ્યની નોટો મળી આવી હતી.

યુટયુબ પરથી નોટ બનાવવાનું શીખ્યો
આરોપીએ કબૂલ કર્યું કે કોરોનાને લીધે કામધંધો બંધ થતાં માથે દેવું વધી ગયું હતું. આથી પૈસા કમાવાના વિકલ્પો શોધતો હતો. તે સમયે તેણે નોટ બનાવવાનું વિચાર્યું હતું. આ માટે યુટ્યુબ અને અન્ય વેબસાઈટ પરથી નકલી ભારતીય ચલણી નોટો કઈ રીતે બનાવવી તે પદ્ધતિ શીખી હતી. આ પછી બજારમાંથી છપાઈનું સાહિત્ય લઈને આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો