તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાઝેની સીઆઈયુ કેબિનમાંથી હથોડો મળી આવતાં NIA ચોંક્યુ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઝે હથોડાનો ચોક્કસ કયા કામ માટે ઉપયોગ કરતો હતો એવો પ્રશ્ન

ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે વિરુદ્ધ તપાસમાં એક-એક આંચકાજનક માહિતી બહાર આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા વિવિધ ઠેકાણે દરોડા પાડીને પોલીસના વેશમાં કાળાં કરનાર વિરુદ્ધ મજબૂત પુરાવા ભેગા કરી રહી છે.આના ભાગરૂપે એનઆઈએ દ્વારા હાલમાં પોલીસ મુખ્યાલયમાં સ્થિત ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)માં વાઝેની કેબિનની તપાસ કરતી હતી ત્યારે એક હથોડો મળી આવ્યો હતો. હવે વાઝે હથોડો શા માટે રાખતો હતો એવો પ્રશ્ન એનઆઈએનો પડ્યો છે. વાઝે હાલમાં તલોજા સેન્ટ્રલ જેલમાં છે. આથી ટૂંક સમયમાં જ એનઆઈએ આ વિશે પૂછપરછ કરવાની શક્યતા છે.

પુરાવાઓ નષ્ટ કરવા માટે આ હથોડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી શક્યતા છે.ખાસ કરીને જે કારમાં વિસ્ફોટક મૂક્યા હતા તેની નંબર પ્લેટ રસ્તા પર જ બદલી નાખી હોવાની શક્યતા છે. નવી નંબર પ્લેટ લગાવવા માટે અમુક વાર હથોડાની જરૂર પડે છે. આથી તેના માટે ઉપયોગ કર્યો હતો કે કેમ તે વિશે એનઆઈએ તપાસ કરી રહી છે.આ તપાસમાં એનઆઈએને અમુક મહત્ત્વના દસ્તાવેજો અને સામગ્રીરૂપી પુરાવાઓ પણ મળ્યા છે.

વાઝેએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકાવવા માટે તેમના ઘર નજીક વિસ્ફોટકો સાથેની કાર ગોઠવી હતી. આટલું ઓછું હોય તેમ તેનો સાથી થાણેનો વેપારી મનસુખ હિરન રાઝ ખોલી નાખશે એવા ડરથી તેની હત્યા કરી નાખીને ચરમસીમા પાર કરી દીધી હતી.આ પછી એટીએસ અને એનઆઈએની તપાસમાં પોલીસ દળના ઈતિહાસમાં અગાઉ ક્યારેય નહીં થયું હોય તેવી એક પછી એક ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે.

એસીબી દ્વારા પણ તપાસ શરૂ
દરમિયાન હવે વાઝે વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા પણ ખુલ્લી તપાસ શરૂ કરવામાં આવી છે. આવકના સ્રોત કરતાં વધુ સંપત્તિ વાઝે પાસે હોવાનું જણાયું છે, જેની એસીબી તપાસ કરી રહી છે. આમ, વાઝે પર હવે સર્વ બાજુથી ભીંસ વધી રહી છે. વાઝે અને તેના પોલીસ સાથીઓએ હત્યા માટે જેમને રોક્યા હતા તે મનીષ સોની, સતીશ મોટેકર, સંતોષ શેલાર, આનંદ જાધવની પણ એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમની હાલમાં તપાસ ચાલી રહી છે.

મનસુખની હત્યા પછી હત્યારા દિલ્હી ગયા
ખાસ કરીને મનસુખ હિરનની હત્યા પછી સંતોષ શેલાર અને આનંદ જાધવ દિલ્હી સહિત અનેક શહેરમાં ગયા હતા. તેમના આ પ્રવાસનો ખર્ચ અન્ય કોઈકે કર્યો હતો, જેની પણ એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...