તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એન્ટિલિયા કેસમાં મુખ્ય સૂત્રધાર વિશે NIAને મહત્ત્વની માહિતી મળી

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઝે પર હાર્ટ સર્જરી થશ, સૂત્રધાર વિશે વધુ માહિતી કઢાવવા વાઝે અને માનેની કસ્ટડી માગી

એન્ટિલિયા જિલેટિન પ્રકરણમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની આ સંપૂર્ણ કાવતરના મુખ્ય સૂત્રધારની માહિતી મળી છે, જેને પુષ્ટિ મળે તે માટે સચિન વાઝેની 2 દિવસ અને સુનીલ માનેની 5 દિવસની પોલીસ કસ્ટડી માગી છે. જોકે બીજી બાજુ વાઝે પર છેલ્લા 14 દિવસથી તબીબી ઉપચાર ચાલી રહ્યો છે. હવે તેની પર હાર્ટ સર્જરી કરવાનું જરૂરી બની ગયું છે. આથી રવિવારે તેને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ સમયે તેની પત્ની મોહિનીને જોડે રહેવા માટે કોર્ટે પરવાનગી આપી છે.

વાઝેની સર્જરીની કારણે એનઆઈએ હાલમાં પૂછરછ નહીં કરી શકે. જોકે ત્યાં સુધી તે માનેની પૂછપરછ કરી શકે છે. એનઆઈએએ જણાવ્યું છે કે મુખ્ય સૂત્રધાર ઘટનાના સમયે વાઝે અને માને બંનેને માર્ગદર્શન આપતો હતો. તેના પુરાવા પણ મળ્યા છે. જોકે તેને પુષ્ટિ આપવા માટે એનઆઈએ બંનેની ફરીથી પૂછપરછ કરવા માગે છે.

બંને આરોપી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આથી એનઆઈએની અરજી પર કોર્ટ શું ચુકાદો આપે છે તેની પર બધો આધાર રહેશે. આ બંનેની પૂછપરછને આધારે એનઆઈએ દ્વારા પ્રદીપ શર્મા, સતીશ મોતકરી, મનીષ સોની, સંતોષ શેલાર, આનંદ જાધવની ધરપકડ કરવામાં આવી હતી.

આ પ્રકરણ શું છે
ફેબ્રુઆરીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મળી આવી હતી. આ પછી વાહનના માલિક મનસુખ હિરનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ આંચકાજનક ઘટના પછી વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે સચિન વાઝે પર ગંભીર આરોપ કર્યા હતા, જેને લઈ એનઆઈએએ આ દિશામાં તપાસ કરીને વાઝેની ધરપકડ કરી હતી, જે પછી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આ પછી અન્ય આજીમાજી પોલીસ અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...