તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્ટિલિયા કેસ:ચાર્જશીટ દાખલ કરવા NIAને વધુ 60 દિવસ મળ્યા

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બધા આરોપીઓ સામે તપાસ કરવા એનઆઈએ મુદતવધારો માગ્યો

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટકો અને ધમકીના પત્ર સાથેની મહિંદ્રા સ્કોર્પિયો કાર ગોઠવવા પ્રકરણે અને ત્યાર પછી થાણેના વેપારી મનસુખ હિરનની હત્યાનાકેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા ચાર્જશીટદાખલ કરવા માટે 60 દિવસનો મુદતવધારો માગવામાં આવ્યો હતો, જેને વિશેષ કોર્ટે મંજૂરી આપી છે.

ગુરુવારે (10 જૂન) ચાર્જશીટ દાખલ કરવાનો આખરી દિવસ હતો. જોકે બધા આરોપીઓ સામે તપાસ કરવા માટે એનઆઈએ દ્વારા મુદતવધારો માગવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં 13 માર્ચે બરતરફ એપીઆઈ સચિન વાઝેની સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેના સાગરીત બરતરફ પોલીસ અધિકારી રિયાઝુદ્દીન કાઝી, સુનિલ માને, વિનાયક શિંદે અને બુકી નરેશ ગોરની પણ ધરપકડ કરવામાંઆવી હતી.

ગેરકાયદે પ્રવૃત્તિઓ (પ્રતિબંધાત્મક) ધારા (યુએપીએ)ની જોગવાઈઓ હેઠળ એનઆઈએ આરોપીની ધરપકડથી ચાર્જશીટ દાખલ કરવા સુધી કુલ 180 દિવસનો મુદતવધારો માગી શકે છે. અગાઉ એનઆઈએએ 90 દિવસનો મુદતવધારો માગવામાં આવ્યો હતો.એનઆઈએએ અરજીમાં એમ પણ જણાવ્યું કે રાજ્યમાં મહામારીને લઈને નિયંત્રણો હોવાથી સાક્ષીદારો ઉપલબ્ધ થયાનહોતા કે દસ્તાવેજી પુરાવા ભેગા કરી શકાયા નથી. હાલમાં જમા કરેલા દસ્તાવેજો મોટા પ્રમાણમાં છે અને તેનું વિશ્લેષણ સમય માગી લેનારું છે.

એનઆઈએએ જણાવ્યું કે અંબાણી પરિવારને ધમકાવવા માટે આરોપીઓએ 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીના પત્ર સાથેનું વાહન ગોઠવ્યું હતું, જે પછી જૈશ-ઉલ- હિંદ દ્વારા નાણાંની માગણી કરતો ધમકીપત્ર ઊભરી આવ્યો હતો, જે બહુ ગંભીર કૃત્ય છે. આથી તેની ઊંડાણથી તપાસ કરવાની બાકી છે.

િટોનેટર વિના જિલેટિન ફાટી નહીં શકે
બીજી બાજુ આરોપીઓના વકીલોએ તેમના અસીલોને યુએપીએની જોગવાઈઓ લાગુ થતી નથી એવો બચાવ કર્યો હતો, જેનો એનઆઈએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વાઝેના વકીલ સુદીપ પાસબોલાએ જણાવ્યું કે જિલેટિન સ્ટિક્સ ડિટોનેટર વિના ફાટી નહીં શકે, જેથી સમાજને કોઈ ખતરો નહોતો. બધી સામગ્રી જપ્ત કરાઈ છે અને તપાસ માટે કશું બાકી નથી, એવી દલીલ પણ કરાઈ હતી. ઉપરાંત ચાર્જશીટ નોંધાવવા મુદતવધારા માટે અરજીમાં કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી. એનઆઈએની અરજી કાયદા હેઠળ નથી અને તેથી નકારવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...