તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આગામી ભારતીય નૌકાદળ- મઝગાવ ડોક્સ લિમિટેડ કપ 2021 એક સપ્ટેમ્બરે યોજાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય નૌકાદળ- મઝદાવ ડોક્સ લિમિટેડ કપ 2021 ઈન્ડિયન નેવલ વોટરમેનશિપ ટ્રેનિંગ સેન્ટર, મુંબઈ દ્વારા વાયએઆઈ સિનિયર નેશનલ 2021 તરીકે સર્વ સિનિયર ઓલિમ્પિક ક્લાસીસ માટે યોટિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ઉપક્રમે 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. ખાસ કરીને ચીનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સ 2022 માટે પસંદગીમાં આ સ્પર્ધાનાં પરિણામો ધ્યાનમાં લેવાશે. આ સ્પર્ધા મુંબઈ બંદર પર સંક રોક લાઈટહાઉસ અને પ્રોંગ્સ લાઈટહાઉસ વચ્ચે યોજાશે.

રિયર એડમિરલ અતુલ આનંદ દ્વારા ઉદઘાટન કરાશે. આ સાથે 75 સેઈલિંગ બોટ્સની સેઈલ પરેડ પણ ગેટવે પાસે ઓઈસ્ટર રોકથી મિડલ ગ્રાઉન્ડ સુધી યોજાશે, જે ભારતની આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપ યોજાશે.આ ઈવેન્ટમાં મુંબઈ, ગોવા, મલાડ, કોચી, ભોપાલ, તામિલનાડુની એનડીએ, એનએસએસ સહિતની વિવિધ સંસ્થાઓની 13 પ્રીમિયમ સેઈલિંગ ક્લબ્સનો સહભાગ જોવા મળશે. સિનિયર નેશનલના ઈતિહાસમાં પહેલી વાર નવી ઓલિમ્પિક ક્લાસની બોટ્સ રજૂ કરાશે, એમ સંરક્ષણ વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી કમાન્ડર મેહુલ કર્ણિકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...