પ્રવાસ રાહતભર્યો થશે:મુંબઈગરાઓની સેવા માટે નવી સુધારેલી એસી લોકલ, સામાન રાખવા માટે હવે એક જુદો જ કોચ હશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈગરાઓનો લોકલનો પ્રવાસ ટૂંક સમયમાં વધુ રાહતભર્યો થશે. રેલવે પ્રશાસન ટૂંક સમયમાં નવી સુધારાવાળી એસી લોકલ શરૂ કરવાનો વિચાર કરી રહ્યું છે. મુંબઈની નવી એસી લોકલ 2023માં સુધારા કરેલી સીટીંગ વ્યવસ્થા અને વધુ પ્રવાસીઓ માટેની જગ્યા સાથે ઉપનગરીય રેલવે ટ્રેક પર દોડે એવી અપેક્ષા છે.

આ ટ્રેનમાં મેટ્રો પ્રમાણે અત્યાધુનિક સીટીંગ વ્યવસ્થાવાળા ડબ્બા હશે. પહેલાંની એસી લોકલની સરખામણીએ ટ્રેનમાં પ્રવાસીઓ માટે વધુ જગ્યા હશે. ટ્રેનમાં સામાન રાખવા સ્વતંત્ર ડબ્બો પણ હશે. એક મોટર કોચ અત્યારના 6 ડબ્બા અને સામાન માટેના વધારાના ડબ્બા સહિત એકમેકને જોડવામાં આવશે.

આ ટ્રેન ચલાવવા માટની યંત્રણા ટ્રેનની છત પર કે ડબ્બાની નીચે લગાડવામાં આવશે. ટ્રેન બનાવતા સમયે એમાં એર સસપેન્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ એ સસપેન્શન સિસ્ટમના લીધે પ્રવાસીઓ નિરાંતે પ્રવાસ કરી શકશે. મુંબઈ વિકાસ નિગમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એસી લોકલ ટ્રેન માટે જરૂરી ડિઝાઈન અને વિગત નિશ્ચિત કરવામાં આવી છે. એના માટે ટેંડર જારી કરવાની અંતિમ પ્રક્રિયા પર અત્યારે કામ ચાલુ છે. મે મહિનાના અંતમાં ટેંડર કાઢવામાં આવે એવી શક્યતા છે.

મુંબઈ શહેર પરિવહન પ્રકલ્પ (એમયુટીપી) 3એ અંતર્ગત 238 એસી લોકલ ટ્રેન ખરીદી કરવામાં આવશે. મેક ઈન ઈંડિયા ઉપક્રમ અંતર્ગત ટ્રેનની ખરીદી કરવામાં આવશે. અત્યારે પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર, મધ્ય રેલવેમાં સીએસએમટીથી કલ્યાણ, કર્જત રેલવે સ્ટેશન અને સીએસએમટીથી પનવેલ રેલવે સ્ટેશન દરમિયાન એસી લોકલ દોડે છે.

અન્ય સમાચારો પણ છે...