તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The New Rules Will Replace OTT; Pornography Will Be Controlled, The Challenge Is To Monitor The Content Of About 100 OTT Platforms

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OTT પર સેન્સરશિપ:નવા નિયમોથી બદલાશે OTT; અશ્લીલતા, ગાળો પર અંકુશ આવશે, લગભગ 100 ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટ પર નજર રાખવી પડકાર

મુંબઇ4 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
 • કૉપી લિંક
વેબસિરિઝ સ્કેમ 1992ની ફાઇલ તસવીર - Divya Bhaskar
વેબસિરિઝ સ્કેમ 1992ની ફાઇલ તસવીર

ભારતમાં દોઢ વર્ષ પહેલા ઓટીટી પ્લેટફોર્મની સંખ્યા માત્ર 40 હતી, જે હવે 100થી વધુ થઈ ચુકી છે. હવે કેન્દ્રએ ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટને માહિતી અને પ્રસારણ મંત્રાલયની દેખરેખમાં સામેલ કર્યું છે. નેટફ્લિક્સ પર પ્રસારિત સેક્રેડ ગેમ્સની પ્રથમ સીરિઝથી ઓટીટી પર પ્રસારિત કન્ટેન્ટ વધુ વિવાદોમાં આવ્યું હતું. મુખ્ય ફરિયાદ એ છે કે, ઓટીટી પર બતાવાતી કન્ટેન્ટ એડલ્ટ અને હિંસક છે. વિવાદના કારણે ગયા વર્ષે 15 ઓટીટી પ્લેટફોર્મે ‘ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ નામની સંસ્થા બનાવીને પોતાના માટે સેલ્ફ રેગ્યુલેશન બાબતે સહમતિ બનાવી હતી.

ભૂલો પછી સરકારે ગાઇડલાઇન બનાવવાનો વિચાર કર્યો
દેશના જાણીતા ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરનું કહેવું છે કે, ઓટીટી પ્લેટફોર્મે ભલે પોતાના નિયમો બનાવ્યા હતા, પરંતુ તે પુરતા ન હતા. ઉલ્લેખનીય છે કે, ઓલ્ટ બાલાજીની એક વેબસીરિઝમાં આર્મી યુનિફોર્મમાં કેટલાક વાંધાજનક દૃશ્યોએ આ મુદ્દાને ફરી હવા આપી અને ઓટીટી પ્લેટફોર્મની તાજેતરની ભૂલો પછી સરકારે ગાઈડલાઈન્સ બનાવવાનો નિર્ણય લીધો છે. જોહરે કહ્યું કે, અ્નેક ઓટીટી પાઈપલાઈનમાં છે. આ હિસાબે કન્ટેન્ટ પર નજર રાખવી મુશ્કેલ બનશે. તેમ છતાં આ ગાઈડલાઈન્સ વેબસીરિઝ અને ઓટીટી કન્ટેન્ટ પર ઘણી અસર નાખશે.

આશ્રમમાં વાંધાજનક દૃશ્યો હોવા છતાં વાંધો ઉઠાવ્યો નથીઃ પ્રકાશ ઝા
તાજેતરમાં જ ઝી-5 પર પ્રકાશ ઝાની પ્રસારિત વેબસીરિઝ ‘આશ્રમ’ના લેખક સંજય માસુમ જણાવે છે કે, ‘જે લોકો જાણીજોઈને ડાયલોગમાં ગાળા-ગાળી કે વાંધાજનક દૃશ્યો ઉમેરે છે તેમને તો મુશ્કેલી થવાની જ છે. કેમ કે, જ્યાં જરૂર નથી ત્યાં પણ તેઓ આવા દૃશ્યો નાખશે તો એવા લોકો માટે આ અંકુશ છે, પરંતુ કેટલાક પાત્ર અને ડાયલોગ નેચરલ હોય છે, તેને બતાવવા જોઈએ. જેમ કે, આશ્રમ વેબસીરિઝમાં ગાળો અને કેટલાક આવા દૃશ્યો છે, પરંતુ કોઈએ વાંધો ઉઠાવ્યો નથી.’

22 હજાર કરોડનો થશે ઓટીટીનો કારોબાર
વર્ષ 2023 સુધી ભારતમાં ઓટીટી પ્લેટફોર્મમાં 45 ટકા ગ્રોથની સંભાવના છે. ભારત ઓટીટી પ્લેટફોર્મ માટે દુનિયામાં સૌથી ઝડપે વધતું બજાર છે. સ્થાનિક ભાષામાં પણ ઓટીટી પ્લેટફોર્મ આવી રહ્યા છે. આગામી ચાર વર્ષમાં ઓટીટી માર્કેટ ભારતમાં 22 હજાર કરોડ રૂપિયાનો કારોબાર કરશે અને ભારત ઓટીટી કારોબાર માટે છઠ્ઠો દેશ હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો