તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The New Academic Year Will Start Digitally From June 15, A Decision Has Been Taken To Ensure That Students Do Not Suffer Academic Loss.

લોકડાઉન ઇફેક્ટ:15 જૂનથી ડિજિટલ પદ્ધતિ દ્વારા નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન નહીં થાય તે માટે નિર્ણય લેવાયો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનનો ચોથો તબક્કો ચાલુ છે અને કેન્દ્ર સરકારના આગામી નિર્ણયની બધા આતુરતાથી વાટ જોઈ રહ્યા છે ત્યારે જૂન મહિનામાં સામાન્ય રીતે સ્કૂલો શરૂ થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં સ્કૂલો ક્યારે અને કઈ રીતે શરૂ થશે તેની પરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનું ધ્યાન કેન્દ્રિત છે.
15 જૂનથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી ડિજિટલી પહોંચીને તેમનો અભ્યાસ શરૂ કરવામાં આવશે
આ સંબંધમાં શાળા શિક્ષણ વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન નહીં થાય તે માટે 15 જૂનથી શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવશે, એમ શિક્ષણ કમિશનર વિશાલ સોલંકીએ જણાવ્યું હતું. અગાઉ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે પણ આ સંકેત આપ્યા હતા.
શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે એટલે સ્કૂલો શરૂ થશે એવો અર્થ થતો નથી, પરંતુ 15 જૂનથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી ડિજિટલી પહોંચીને તેમનો અભ્યાસ શરૂ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. પાટ્યપુસ્તકોના પરિવહનની પરવાનગી મળી ગઈ છે. આથી 15 જૂન પૂર્વે જ વધુમાં વધુ પાઠ્યપુસ્તકો વિતરણ કરવાનો પ્રયાસ કરાશે.સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લોકડાઉનના નિર્ણય પર આધાર રાખશે. 31 મે સુધી લોકડાઉન છે. આ પછઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેને આધારે સ્કૂલ ચાલુ કરવી કે નહીં તે નિર્ણય આધાર રાખે છે. જોકે વિદ્યાર્થીઓનું નુકસાન નહીં થાય તે માટે ડિજિટલી શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવશે.

ફી વધારનાર સામે કાર્યવાહી : દરમિયાન લોકડાઉનને લીધે અનેક વાલીઓની આવક ડૂબી ગઈ છે. આથી અનેક વાલીઓ આર્થિક મુશ્કેલીમાં સપડાયા છે. આવા વાલીઓની મુશ્કેલી ધ્યાનમાં લઈને આ વખતે રાજ્યની સ્કૂલોમાં ફી વધારો નહીં કરવો એવો આદેશ શિક્ષણ વિભાગે જારી કર્યો છે. લોકડાઉનને લીધે અનેકે કામધંધો ગુમાવ્યો હોઈ ભૂખે મરવાનો વારો આવ્યો છે. આવા સંજોગોમાં હવે સ્કૂલ શરૂ થયા પછી બાળકોની ફી કઈ રીતે ભરવી એવો પ્રશ્ન આમ જનતાને છે. ખાનગી સ્કૂલો વધુ શુલ્ક આકારશે તો કાર્યવાહી કરાશે, એવો ઈશારો શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે અગાઉ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...