ડ્રગ્સ કેસ:એનસીબીની એસઆઈટી ટીમ ફક્ત ત્રણ કેસની જ તપાસ કરશે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્યન ખાન, સમીર ખાન, અરમાન કોહલીના કેસનો સમાવેશ થાય છે

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર આરોપ બાદ એનસીબી મુંબઈ યુનિટના છ કેસ એનસીબીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા હાથમાં લેવાયા હતા, જેણે હવે ત્રણ કેસ પડતા મૂક્યા છે. આઈજી સ્તરના અધિકારીની આગેવાની હેઠળ એસાઈટી હવે ફક્ત શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના કોર્ડેલિયા ડ્રગ્સ કેસ, રાષ્ટ્રવાદીના પ્રવક્તા નવાબ મલિકના જમાઈ સમીર ખાન અને અભિનેત્રી અરમાન કોહલીના મળીને ફક્ત ત્રણ કેસની તપાસ કરશે. અન્ય ત્રણ કેસમાં વિદેશી સંડોવણી નહીં હોવાથી તે એનસીબી એસઆઈટીએ પોતાની તપાસમાંથી પડતા મૂક્યા છે.

વળી, અન્ય ત્રણ કેસમાં આરોપીમાં કોઈ જાણીતી વ્યક્તિ પણ નથી. તે મુંબ્રા, જોગેશ્વરી, નાગપાડામાં નાની માત્રામાં ડ્રગ્સની જપ્તિ સંબંધના કેસ છે.એસઆઈટી હાલમાં સમીર ખાન અને આર્યન ખાનના કેસ પર કેન્દ્રિત છે. સમીર ખાનના કેસમાં કરન સજનાનીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. એસઆઈટીએ સમીર ખાન અને સજનાનીના અવાજના નમૂના મેળવવા માટે કોર્ટની પરવાનગી માગી છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવાઈ છે. ચાર્જશીટ પછી પણ વધુ તપાસ કરી શકાય છે અને તેમાં વધુ પુરાવા બહાર આવતાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકાય એવી કાયદામાં જોગવાઈ છે.

એસઆઈટી સમીર ખાનને પણ નિવેદન નોંધવા માટે બોલાવશે. તેને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે સપ્ટેમ્બરમાં જામીન પર છોડી મૂક્યો છે. કોર્ડેલિયા કેસમાં એનસીબીના અધિકારીઓએ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટનાં નિવેદન નોંધ્યાં છે અને ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી છે. અરમાન કોહલીના કેસમાં પણ એસઆઈટી જ ચાર્જશીટ દાખલ કરશે. કોહલી પાસે 1.2 ગ્રામ કોકેઈન મળી આવતાં ઓગસ્ટમાં ધરપકડ કરાઈ હતી. કોહલી ઉપરાંત અમુક ડ્રગ તસ્કરોની પણ ધરપકડ કરાઈ છે. એસઆઈટી તેમનાં નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...