દરોડા:NCBએ વિવિધ ઠેકાણે દરોડા પાડીને ડ્રગ રેકેટ ઉધ્વસ્ત કર્યા

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજો તેમજ કોકેન અને ૩ લાખ રોકડ સહિત ત્રણ જણની ધરપકડ

મુંબઈ એનસીબીએ ફરીથી દરોડા પાડીને ડ્રગ્ઝના રેકેટ ઉધ્વસ્ત કર્યા હતા. મુંબઈમાં નશીલા પદાર્થોનો પુરવઠો કરનારા અને પેડલર્સ વિરુદ્ધ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો સતત લડી રહ્યું છે. એનસીબી મુંબઈ તરફથી 6 અને 7 તારીખના બે જુદા જુદા ઓપરેશન અંતર્ગત મુંબઈમાં વિવિધ ઠેકાણે દરોડા પાડીને 445 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ (ગાંજો), ઓછા પ્રમાણમાં કોકેન સહિત 2 લાખ 96 હજાર રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. પહેલી કાર્યવાહીમાં મળેલી માહિતીના આધારે 225 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ (ગાંજો) 6 મેના મુંબઈની વિદેશ પોસ્ટ ઓફિસ કાર્યાલયમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પાર્સલ કેનેડાથી ઈનબાઉન્ડ હતું. આ પ્રકરણમાં આગળ તપાસ કરતા એનસીબી મુંબઈ ટીમે 7 મેના મોડી રાત્રે મલાડ ખાતે રિસિવરના ઘર પર દરોડો પાડીને 220 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ સહિત 2 લાખ 96 હજાર રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. એનસીબી મુંબઈએ આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો અને આગળ તપાસ ચાલુ છે.

એ પછી મળેલી ખાસ ગુપ્ત બાતમીના આધારે બીજી કાર્યવાહીમાં એનસીબી મુંબઈએ મિરા રોડ પૂર્વ ખાતે ઓછા પ્રમાણમાં કોકેન જપ્ત કર્યું હતું અને 6 મેના આ માલ સ્વીકારનારાની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળે પૂછપરછના આધારે બેંગલુરુની ટીમે રિસિવર માટે છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહીમાં ઓછા પ્રમાણમાં કોકેન સહિત એક આફ્રિકન પુરુષને પકડવામાં એનસીબીને સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...