તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રગ્સ કેસ:આરીફ ભુજવાલાના સાગરીતને NCB શોધી રહી છે

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આરીફ મોબાઈલ પર મહિલાઓ સાથે ચેટ કરતો તે હકીકતમાં તેલવાલા હતો

દાઉદ ઈબ્રાહિમના સાગરીત અને કરીમલાલાના સંબંધી ચિંકુ પઠાણની પછી તેના સાગરીત આરીફ ભુજવાલાની પણ ધરપકડ કરવામાં આવતાં અનેક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આરીફ ભુજવાલાની પૂછપરછમાં અનેકની કરોડોના ડ્રગ સાથે ધરપકડ કરવામાં આવી છે. હવે તેના મોબાઈલ ફોનની તપાસ કરતાં તે અનેક મહિલાઓ સાથે ચેટ કરતો હતો જાણવા મળ્યું હતું, જે વાસ્તવમાં તેનો સાગરીત મહંમદ બિલાલ ઉર્ફે તેલવાલા શ્વેતા ટી, આસીફા વગેરે અલગ અલગ નામો સાથે ભુજવાલા સાથે ચેટ કરતો હોવાનું જણાયું છે.

આ ચેટમાં કોડ ભાષામાં ચિંકુ અને ભુજવાલા વાતો કરતા હતા. જોકે ભુજવાલાની ધરપકડ થઈ ત્યારથી જોગેશ્વરીમાં રહેતો તેલવાલા ફરાર થઈ ગયો છે. તેના ઘરમાં પત્ની અને બે નાના બાળકો છે, જેમાંથી એક કેન્સરથી પીડાય છે. ભુજવાલાને ડોંગરીની લેબોરેટરીમાં ડ્રગ બનાવવા માટે નશીલા પદાર્થની સામગ્રીઓ તેલવાલા 2019થી પૂરી પાડતો હતો, એમ એનસીબીએ જણાવ્યું હતું.

15 દિવસમાં 100 કિલો ડ્રગ બનાવી શકે છે
તેલવાલા બધા જ ડ્રગ સપ્લાયરો સાથે શ્વેતા અને આસીફા નામે ચેટિંગ કરતો હતો. તેણે ડ્રગ બનાવવા માટે ભાડે લીધેલું ગોદામ પણ મહિલાને નામે બોગસ દસ્તાવેજોને આધારે લીધું હતું. આથી જ ઘણા બધા લોકો તેલવાલાને પ્રત્યક્ષ જાણતા નહોતા. તેલવાલા અમુક વિદેશી તસ્કરોના પણ સંપર્કમાં હતો. 2011માં મુંબઈની એન્ટી- નાર્કોટિક્સ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે ખાદ્યતેલનાં બોક્સ ખાલી કરીને તેમાં કેટામાઈન નામે માદક પદાર્થ ભરીને તે યુકે મોકલતો હોવાનું જણાયું હતું. તેને મદદ કરતા અંધેરી પોસ્ટલ કોલોનીમાંથી ટપાલ વિભાગના એક ક્લાર્કની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેલવાલા માત્ર 15 દિવસમાં 100 કિલો ડ્રગ બનાવવા માટે માહેર છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 100 કરોડની કિંમત આંકવામાં આવે છે. અમે તેની સઘન શોધ આદરી છે, એમ એનસીબીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો